ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
જામનગર શહેરના મેહુલનગરમાં આવેલ ઓમ ટ્રેનિંગ સેન્ટર ખાતે જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરી અને ઓમ ટ્રેનીંગ સેન્ટર જામનગર દ્વારા સંયુક્ત રીતે જામનગર ૭૭ વિધાનસભા મત વિસ્તાર અને ૭૮ વિધાનસભા મત વિસ્તાર આવરી લેતા “દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમનું” આયોજન કરવામાં આવ્યું હતું.
મતદાનના દિવસે કોઈ પણ દિવ્યાંગજન મતદારને (વાહન,સહાયક,વગેરે) અંગેની સુવિઘા મેળવવા માટે PWD APP, દિવ્યાંગ મતદારોને મતદાન વિશેની અને મતદાર યાદીમાં નામ દાખલ કરવા, નામ સુધારણા,ચૂંટણીકાર્ડ કેવી રીતે કઢાવવું વગેરે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમા નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રચાર પ્રસારકરવામાં આવ્યો હતો. તેમજ IEC મટીરીયલનુ વિતરણ કરવામા આવ્યું હતું અને લોકો નશાથી દુર રહેશે તેવી પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આશરે ૧૧૦ વ્યક્તિઓ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી , સંસ્થાના મંત્રી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરીનો સ્ટાફ અને જિલ્લા કલેકટર કચેરી ના ચૂંટણી શાખાના નાયબ મામલત(ચુંટણી) હાજર રહેલા હતા.