ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ના પત્ની રિવાબાએ દીકરીના જન્મદિવસની જેમ જ પોતાના જન્મદિવસની પણ અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં આજના દિવસે જામનગર ના અગ્નિવીરો માટે 6 તાલીમ કેમ્પો નો પ્રારંભ રિવાબા ના હસ્તે કરવામાં આવ્યો હતો
ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની રિવાબા જાડેજા પણ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોના પ્રવાસ અને બહેનો સાથે સંપર્ક મુલાકાત કરી બહેનોને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અંગે જરૂરી માહિતી આપે છે ઉપરાંત કન્યા કેળવણી, શિક્ષણ અંગે જાગૃતિ, બહેનોમાં અંધશ્રધ્ધા જેવી અનેક બાબતો પર માર્ગદર્શન આપવામાં આવે છે ત્યારે આજે રિવાબા દ્વારા તેમની દીકરી ના જન્મદિવસની ઉજવણી જેમ જ પોતાના જન્મદિવસ ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.
આજથી અગ્નિપથ યોજના હેઠળના અગ્નિવીરો ને યોગ્ય તાલીમ સ્થળ મળે તે માટે જામનગર જિલ્લા માં અલગ અલગ 6 ગ્રામ્ય વિસ્તારમાં દોડ ટ્રેક, લોંગ જંપ જેવી તાલીમ મેળવી શકે તેવા ગ્રાઉન્ડ નો રિવાબા ના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. તેમજ આ તાલીમ કેમ્પમાં સક્ષમ અને અનુભવી એક્સ આર્મી મેન અગ્નિવિરોને તાલીમ આપશે.
એક તરફ ગ્રામ્ય વિસ્તારમાં અગ્નિવીર જેવી યોજના અંતર્ગત સૈન્યમાં ભરતી થવા માટે ફિઝિકલ ટેસ્ટ માટે તૈયારીઓ કરવા ગ્રામ્ય વિસ્તારમાં ભારે મુશ્કેલી પડતી હોય છે ત્યારે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ના પત્ની રિવાબાએ પોતાના જન્મદિવસે છ ગ્રાઉન્ડ ગ્રામ્ય વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ તૈયાર કરાવી આસપાસના ગ્રામ્ય વિસ્તારના યુવાનો અને યુવતીઓને સૈન્યમાં ભરતી થવા પ્રોત્સાહન આપવા અનેરૂ ઉદાહરણ પૂરું પાડ્યું છે.