ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડીની સૂચના અનુસાર શહેરમાંથી માર્ગો પર રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા માટે 3 શિફ્ટમાં સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ઢોરને ડબ્બે પુરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે ,જેમાં દિવસ રાત- ત્રણ શિફ્ટમાં પૂરજોશમાં રસ્તે રજડતા ઢોરને પકડી ડબ્બે પુરવામાં આવે છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાંથી ઢોરનો ત્રાસ દૂર કરવા માટે ઢોર પકડવાની રાત્રી ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે, સોલિડ વેસ્ટ વિભાગના કાર્યપાલક ઈજનેર મુકેશ વરણવા એ જણાવ્યું છે કે, ગઈકાલે રાત્રે સોલિડ વેસ્ટ વિભાગ અને પોલીસ ટીમે સાથે મળીને રસ્તે રજડતા રાત્રી દરમિયાન 12 ઢોરને પકડી ડબ્બે પુરવામાં આવ્યા હતા.
જામનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા સતત દિવસ – રાત ઢોરને ડબ્બે પુરવાની કામગીરી હાલ પૂરજોસમાં ચાલી રહેલ છે શહેરના જુદા જુદા વિસ્તારો પંચેશ્વર ટાવર, એસટી બસ સ્ટેન્ડ, હવાઈ ચોક ,પવન ચક્કી અને સાત રસ્તા સર્કલ થી શરૂ સેક્શન રોડ સહિતના વિસ્તારમાંથી ગઈકાલે એક જ દિવસમાં રાત્રિ દરમિયાન 12 જેટલા રખડતા ઢોરને પોલીસને સાથે રાખીને ડબ્બે પુરવામાં આવ્યા હતા, ઢોરને ડબ્બે પુરવાની કામગીરી હાલ ત્રણ શિફ્ટમાં ચાલી રહી છે.