ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
જામનગર મહાનગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા યોગ્ય રીતે જળવાઈ રહે તે માટે લાલપુર રોડ ખાતે અંદર ગ્રાઉન્ડ ફિલ્ટર પ્લાન્ટ ની કામગીરી હાલ પ્રગતિ હેઠળ હોય આ ફિલ્ટર પ્લાન્ટ ની એક્ઝિક્યુટીવ એન્જિનિયર પી.સી. બોખાણી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.
જામ્યુકો દ્વારા લાલપુર રોડ પંપ હાઉસ ખાતે ચાલતી ફિલ્ટર પ્લાન્ટ ની કામગીરી શહેરીજનોને શુદ્ધ પીવાલાયક પાણી મળી રહેશે આ ફિલ્ટર પ્લાન્ટ 162 લાખ લીટર ની કેપેસીટી ધરાવતો અંડરગ્રાઉન્ડ ફિલ્ટર પ્લાન્ટ છે આ ફિલ્ટર પ્લાન્ટ ની કામગીરી હાલ પ્રગતિ હેઠળ હોય વોટર વર્કસ વિભાગના અધિકારી પી.સી. બોખાણી દ્વારા આ ફિલ્ટર પ્લાન્ટ ની કામગીરીમાં સતત માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે, સમગ્ર શહેરને શુદ્ધ અને પીવાલાયક પાણી નિયમિત રીતે મળી રહે તે માટે અહીં અંડરગ્રાઉન્ડ ફિલ્ટર પ્લાન્ટ ની કામગીરી ચાલી રહી છે.
સમગ્ર શહેરમાં પીવાલાયક શુદ્ધ પાણી મળી રહે તેમજ પાણી વિતરણ વ્યવસ્થા સુવ્યવસ્થિત રીતે ચાલે તે માટે વોટરવર્કસ વિભાગ સતત કાર્યશીલ રહે છે, લાલપુર રોડ ખાતે ના ફિલ્ટર પ્લાન્ટથી સમગ્ર શહેરને શુદ્ધ પીવાલાયક પાણી મળી રહેશે આ કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે.