ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
15 ઓગસ્ટ 2022 ના રોજ જામનગરનો જિલ્લા કક્ષાનો 76 મો સ્વતંત્રતા દિવસ કાલાવડ ખાતે યોજાયો હતો.સ્વતંત્રતા પર્વના આ પાવન અવસરે ગુજરાત રાજ્ય અને GVK EMRI દ્વારા ચલાવવામાં આવતા વિવિધ પ્રોજેક્ટ્સમાં કામ કરી ઉત્તમ અને શ્રેષ્ઠ કામગીરી કરી રહેલા કર્મચારીઓને સન્માનિત કરી સર્ટિફિકેટ આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતાં.
જામનગર જિલ્લાના 108, ધન્વન્તરી આરોગ્ય રથ, 1962 અને 10MVD પ્રોજેક્ટ્સ માં કામ કરતા અનુક્રમે રાજુ સોલંકી (ઇ એમ ટી 108), અતુલભાઈ વ્યાસ (પાઇલોટ 108), ડૉક્ટર અંજલિ પરમાર (DAR), અશ્વિનભાઈ (પાઇલોટ કમ ડ્રેસર -1962 અને 10MVD) ને સાંસદ પૂનમબેન માડમ, રાજયકક્ષાના મંત્રી બ્રિજેશ મેરજા, કલેકટર સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારીમિહિર પટેલ તથા અન્ય મહાનુભાવો દ્વારા સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
આ પ્રસંગે કર્મચારીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને વિશેષ કામગીરી કરવાના જુસ્સા સાથે આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે GVK EMRI જામનગરના પ્રોગ્રામ મેનેજર બિપીન ભેટારિયા, ઇ.એમ.ઇ જયદેવસિંહ જાડેજાએ પણ આ પ્રસંગે કર્મચારીઓ સાથે હાજરી આપી તેમનો ઉત્સાહ વધાર્યો હતો.
કર્મચારીઓ પણ પોતાનું રોજિંદું કામ જે રીતે નિઃસ્વાર્થ ભાવે ખંત અને ખુમારીથી કરે છે તે અમૂલ્ય કામને આ રિતે નવાજિત કરવામાં આવતા તેઓ ગદગદિત થઇ ગયા હતા.