રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ કાલાવડ તાલુકાના શીશાંગ ગામે નવનિર્મિત ‘અમૃત સરોવર’ની મુલાકાત લીધી

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં ’75 અમૃત સરોવર’ના નવીનીકરણ કરવાના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના લક્ષ્યાંકને સાકાર કરવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં અંદાજે કુલ ૨૭૬૭ સ્થળોની અમૃત સરોવર તરીકે પસંદગી કરવામાં આવી છે. જે હેઠળ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના શીશાંગ ગામે રૂ. ૧૫ લાખના ખર્ચે અમૃત સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ અમૃત સરોવરની રાજ્યના શ્રમ, કોશલ્ય વિકાસ, રોજગાર, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણના મંત્રી બ્રિજેશકુમાર મેરજાએ મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી મિહિરભાઈ પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી કિર્તનબેન, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, અધિક નિવાસી કલેક્ટર મિતેષભાઈ પંડ્યા, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક રાયજાદાભાઈ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, અધિકારીઓ, પદાધિકારીઓ, આજુબાજુના ગામોમાંથી પધારેલા સરપંચઓ, આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.