જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશનની ચૂંટણીમાં પ્રગતિશીલ પેનલના સૂર્યનો ચળકાટ, ઉદ્યોગકારોનું પ્રચંડ સમર્થન

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

  • શુક્રવારે પ્રગતિશીલ પેનલની મળેલી મિટિંગમાં ઉદ્યોગકારોનું પ્રચંડ સમર્થન
  • પ્રગતિશીલ પેનલે 1365 પ્લોટ ધારકોના રૂ.200 કરોડ જીઆઇડીસી પાસે માફ કરાવ્યા
  • ઔધોગિક વસાહતમાં ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેકશન – સફાઇની વ્યવસ્થા કરી
  • જામનગરના દરેડ જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશનની ચૂંટણીમાં ઉધોગકારોના હીતના કામ કરતી પ્રગતિશીલ પેનલ(સૂર્ય)v/s વિકાસના પોકળ દાવા કરતી વિકાસશીલ પેનલ
  • ઉધોગકારો માટે જીઆઇડીસીમાં ટુ આર પરમીશન અને લીઝડીડની પ્રક્રિયા સરળ બનાવી
  • કોમન પ્લોટમાં ગેરકાયદે કબ્જા દૂર કરાવ્યા: વરસાદી પાણીના નિકાલ માટે 1200 એમએમની પાઇપલાઇન નાંખતા સમસ્યાનો કાયમી નિકાલ થયો

જામનગર દરેડ જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશનની ચૂંટણી રવિવારે થવાની છે. ચૂંટણીમાં પ્રગતિશીલ પેનલ અને વિકાસશીલ પેનલ વચ્ચે સીધો જંગ છે. પરંતુ ચૂંટણીમાં પ્રગતિશીલ પેનલનો વિજય નિશ્ચિત છે. કારણ કે, ગત ટર્મમાં પ્રગતિશીલ પેનલનો વિજય થતાં પ્રગતિશીલ પેનલે 1365 પ્લોટ ધારકોના રૂ.200 કરોડ જીઆઇડીસી પાસે માફ કરાવ્યા હતાં. આટલું જ નહીં ઔધોગિક વસાહતમાં ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેકશન અને નિયમિત સફાઇની વ્યવસ્થા કરી હતી. ઉધોગકારો માટે જીઆઇડીસીમાં ટુ આર પરમીશન અને લીઝડીડની પ્રક્રિયા સરળ બનાવી હતી. કોમન પ્લોટમાં ગેરકાયદે કબ્જા દૂર કરાવ્યા હતાં. વરસાદી પાણીના નિકાલ માટે 1200 એમએમની પાઇપલાઇન નાંખતા સમસ્યાનો કાયમી નિકાલ થયો હતો. પ્રગતિશીલ પેનલની જીઆઇડીસીની ઉન્નતિ માટેની અવિરત કામગીરીના કારણે વિકાસશીલ પેનલનો જાકારો મળી રહ્યો છે.

પ્રગતિશીલ પેનલે જીઆઇડીસી ફેસ-3 માં ગંદાપાણીના નિકાલ માટેની કામગીરી શરૂ કરાવી છે. જે ત્રણ શીફટમાં ચાલી રહી છે. ઔધોગિક વસાહત 2 અને 3 માં મુખ્ય માર્ગોને ગયા વર્ષે પેચવર્ક કરી સીલકોટ કરવાની કામગીરી કરી છે. ઉધોગકારો નવી ટેકનોલોજીથી માહિતગાર થાય તે માટે ટેક ફેસ્ટ ઔધોગિક પ્રદર્શન પણ કર્યા હતાં. 1400 જેટલી બંધ સ્ટ્રીટલાઇટ ચાલુ કરાવી હતી. 48 કોમન પ્લોટમાંથી 30 માંથી દબાણ દૂર કરાવી 5500 વૃક્ષનું વાવેતર કરાયું છે. ઔધોગિક વસાહતમાં પીવાના પાણી માટે નર્મદાની પાઇપલાઇન વારંવાર ક્ષતિગ્રસ્ત થતી હોય આ માટે રૂ.20 લાખનું ટેન્ડર હતું. જે એસો.ની દેખરેખ હેઠળ રૂ.10 લાખમાં પૂર્ણ થયું હતું. ઔધોગિક વસાહતને ચાર ઝોનમાં ડીવાઇડ કરી દર બે દિવસે ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન અને નિયમિત ગટર સફાઇની સુવિધા શરૂ કરી છે. પીજીવીસીએલનું સબડીવીઝન ચાલુ કરાવ્યું છે. ઔધોગિક વસાહતમાં પાણીનું સ્તર ઉચું લાવવા બોર રીચાર્જની કામગીરી કરી છે.

વિકાસના નામે વિશ્વાસઘાત કરતા ઉમેદવારોને લપડાક જરૂરી

દરેડ જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશનના ચૂંટણી જંગમાં ચાર ઉમેદવારને તો પરાણે ફોર્મ ભરવામાં આવ્યું છે. પ્રગતિશીલ પેનેલે ઉધોગકારો અને જીઆઇડીસીની સુવિધા અને ઉન્નતિ માટે અથાગ પ્રયાસો કર્યા છે. જેમાં મોટાભાગની સમસ્યાઓનું નિરાકરણ થયું છે. બીજી બાજુ હરીફ ઉમેદવારોએ વિકાસના કરેલા દાવા પોકળ પુરવાર થાય તેમ છે. આથી દરેડ જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશનની ચૂંટણીમાં વિકાસના નામે વિશ્વાસઘાત કરતા ઉમેદવારોને લપડાક જરૂરી છે.

રાષ્ટ્રીય સ્તરની લઘુઉધોગભારતી સહિત અન્ય સંસ્થાઓ સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત હોદેદારો અને સભ્યની પેનલ (પ્રગતિશીલ-સૂર્ય)

જામનગર દરેડ જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશનની ચૂંટણીમાં પ્રગતિશીલ પેનલના હોદેદારો અને સભ્યો આરઆરએસના નેજા હેઠળ ચાલતી રાષ્ટ્રીય સ્તરની લઘુઉધોગભારતી સહિત અન્ય સંસ્થાઓ સાથે જોડાયેલા છે. જેમનું નિશાન સૂર્ય છે. આથી જીઆઇડીસી અને ઉધોગકારોનો સૂર્ય મધ્યાહને ખીલે તે માટે પ્રગતિશીલ પેનલને વિજય અપાવવા ઉધોગકારોએ મન બનાવી લીધું છે.