જામનગરમાં TRB જવાન નો દિવ્યાંગ સાથે દાદાગીરીનો વિડિયો વાયરલ, ફરજમાં રૂકાવટ અંગે ફરિયાદ પણ નોંધાઇ

ક્રાઈમ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરમાં ટ્રાફિક બ્રિગેડના જવાને દિવ્યાંગ વ્યક્તિને સરા જાહેર ફડાકો જીકી દેવાની ઘટના નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જામનગર શહેરના રાજકોટ રોડ નજીક આવેલા નાગનાથ ગેઇટ વિસ્તારનો જે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તેમાં એક હાથે દિવ્યાંગ વ્યક્તિ પોતાની ટુ વ્હીલર લઈને જતા હતા ત્યારે જ ટીઆરબી જવાને એકાએક ફડાકો જીકી લીધો હતો.

જ્યાં હાજર મોટા ભાગના લોકો આ ઘટનાનો પોતાના મોબાઈલમાં વિડીયો બનાવવા લાગ્યા હતા અને જ્યો જોતામાં સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થતાં પોલીસ સ્ટેશન સુધી વાત પહોંચી હતી.

આ સમગ્ર ઘટનાને લઈને તાબડતો ટ્રાફિક શાખા ના પીઆઇ વાય.જે.વાઘેલાના જણાવ્યા પ્રમાણે સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જે ધ્યાને આવતા જ દશરથસિંહ વાઢેર નામના ટીઆરબી જવાનને તાત્કાલિક અસરથી છૂટો કરી દેવાયો છે. અવારનવાર સ્થાનિક રાહદારીઓ સાથે ટ્રાફિક નિયમન માટે રખાયેલા કેટલાક ટીઆરબી જવાનો દ્વારા અણછાજતા વર્તન કરતાં હોવાની પણ ક્યાંક ને ક્યાંક લોકોમાં ચર્ચા થઈ રહી છે ત્યારે આ પ્રકારની ઘટનાને લઈને લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

ગઈકાલે બનેલી આ ઘટનાને લઈને રાહદારીઓ પણ પોકારી ઊઠ્યા હતા કે, આવી રીતે કોઈ વ્યક્તિને જાહેરમાં માર ન મારવો જોઈએ અને જેના વિડીયો પણ પોતાના મોબાઈલમાં બનાવી ભોગ બનાવ યુવકની ન્યાય માટે આપવા સામે આવ્યા હતા. આ સમગ્ર ઘટના બાદ ટીઆરબી જવાનને તો છૂટો કરી દેવાયો છે. પરંતુ આ સમગ્ર ઘટના અંગે ટીઆરબી માં નોકરી કરતા દશરથસિંહ વનરાજસિંહ વાઢેરે સિલ્વર કલરના GJ 10 BL 9843 નંબરના એક્સેસ મોટરસાયકલના ચાલો સામે ટ્રાફિક જામ કેમ થયો છે? તેમ કહી ગાળો કાઢી ટ્રાફિક ની કામગીરી દરમિયાન ફરજમાં રૂકાવટ કરવા અંગે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.