ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ગાંધીનગર :
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આજે રક્ષા બંધન પર્વ અવસરે સમાજના વિવિધ વર્ગોની બહેનો, બ્રહ્માકુમારી બહેનો વગેરેએ રાખડી બાંધી રક્ષા બંધનની શુભેચ્છાઓ પાઠવી હતી.
આજે રક્ષાબંધનના પવિત્ર અવસરે સવારથીજ મુખ્યમંત્રી નિવાસસ્થાને ભૂપેન્દ્ર પટેલને રક્ષાબંધન કરવા અમદાવાદ શહેર તેમજ જિલ્લા અને ગાંધીનગર સહિત વિવિધ વિસ્તારોમાંથી માતાઓ અને બહેનોનો વિશાળ સમૂહ આવી રહ્યો છે.
આ સૌ બહેનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમા ગુજરાત વિકાસ અને પ્રગતિની નવી ઉંચાઈઓ પાર કરે તેવી મંગલ કામનાઓ વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીએ સૌ બહેનોની શુભેચ્છાઓ હર્દય પૂર્વક સ્વીકારી હતી. રાજ્યમંત્રી શ્રીમતી નિમિષા બહેન સુથાર પણ આ અવસરે ઉપસ્થિત હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તેમણે રાખડી બાંધી હતી.
પાટણ જિલ્લા મહિલા મોરચા મંત્રી સંસ્કૃત વિદુષી એવૉર્ડ વિજેતા બ્રહ્મ નારી રત્ન એવા સંસ્કૃત પ્રોફેસર ડૉ. કુંજલ ત્રિવેદી જી ને ગુજરાતના મુખ્યમંત્રીને તેમના નિવાસ સ્થાને રાખડી બાંધી હતી.
રાજકોટ ના બ્રહ્મ સમાજ ના સંસ્કૃત ભાષાના પ્રોફેસર અને વંદે માતરમ્ શિક્ષણ વિભાગ ના મહા સચિવ, પૂર્ણ કાલીન સમાજ સેવિકા, ભારતીય જનતા પાર્ટી ના મહિલા મોરચા પ્રમુખ પાટણ, વિચારક, સંસ્કૃત ભાષા ને ઘર ઘર સુધી પહોંચાડનાર દેવ ભાષા ના પ્રચારક કૈલાશ માન સરોવર મુક્તિ અભિયાન પ્રણેતા, જેમણે કોઈ પણ પ્રકારનો ટેક્ષ ચૂકવ્યા વિના દર્શન કરી શકાય તેવી વ્યવસ્થા કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે તેવી માંગ તેઓએ સરકાર ને કરી છે. તેઓ ભારત માતા અભિનંદન સંગઠન ગુજરાત પ્રદેશ માં મહિલા અધ્યક્ષ તરીકે જોડાયેલ છે.
પાટણ જિલ્લા મહિલા મોરચા મંત્રી સંસ્કૃત વિદુષી એવૉર્ડ વિજેતા બ્રહ્મ નારી રત્ન એવા સંસ્કૃત પ્રોફેસર ડૉ. કુંજલ ત્રિવેદીએ ગુજરાતના મુખ્યમંત્રીને નિવાસ સ્થાને રાખડી બાંધી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે સાથે આર એસ એસ ના વરિષ્ઠ કાર્યકર્તા હરીશ દાદા નાયક ને તથા સંઘ પ્રચારક ભાઈઓ ને હેડગેવાર ભવન અમદાવાદ ખાતે કાર્યાલય પર રૂબરૂ જઈ રાખડી બાંધી આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. તેઓ સહકાર ભારતી પાટણ ના મહિલા અધ્યક્ષ છે. કૈલાશ માન સરોવર મુક્તિ આંદોલન સમિતિ ના ગુજરાત ના અધ્યક્ષ છે.
તેઓ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગર ના અધ્યક્ષ ડૉ ગુલાબચંદ પટેલ ના માર્ગદર્શન થી અનેક સેવાભાવી સંસ્થા ઓમા જોડાયેલા છે અને ખૂબ સરસ સેવાઓ આપે છે. તેઓ અનેક સંસ્થાઓ સાથે સક્રિય છે. તેઓને અનેક સંસ્થાઓ દ્વારા મોટી સંખ્યામાં સમ્માન પ્રાપ્ત થયા છે. તેઓ ફ્રી માં શિક્ષણ આપવાનું પણ સુંદર કામ કરી રહ્યા છે. ડૉ ગુલાબચંદ પટેલ અધ્યક્ષ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા સંસ્થા દ્વારા તેમજ કાર્ય કરતા અન્ય સંગઠનો દ્વારા અભિનંદ આપવામાં આવી રહયા છે.સમગ્ર બ્રહ્મ સમાજ ના રાજ્ય કક્ષા ટિમ તથા કોલેજ પરિવાર ના સભ્યો દ્વારા પણ ખૂબ ખૂબ અભિનંદન આપી બહેનને પ્રોત્સાહિત કરવામાં આવ્યા,સાથે સાથે બહેન દેશ સેવામાં અગ્રેસર રહી પ્રગતિ કરી અહર્નિશ રાષ્ટ્ર હિતમાં વધુ બે વધુ કાર્ય કરે તેવી શુભેચ્છાઓ પણ આપવામાં આવી રહી છે.