જામનગર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે “ભૂગર્ભ જળ સંરક્ષણ” અંગે જાગૃતિ કાર્યક્રમ , હાલારના ખેડૂતોએ ભાગ લીધો

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જામનગર તથા  મધ્યસ્થ ભૂમિ જળ બોર્ડ, પક્ષિમ મધ્ય ક્ષેત્ર, અમદાવાદનાં સંયુક્ત ઉપક્રમે તારીખ ૨૯ જુલાઈ, ૨૦૨૨ના રોજ ખેડૂત કાર્યક્રમનું આયોજન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જામનગર ખાતે કરવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમમાં જામનગર તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના ૮૯ જેટલા ખેડૂતો અને ૧૦ જેટલા અધિકારીઓ મળીને કુલ ૯૯ લોકોએ સક્રિય ભાગ લીધેલ હતો.

આ કાર્યક્રમમાં અમદાવાદથી આવેલા વૈજ્ઞાનિકો દ્રારા ખેડૂતોને જમીનમાં જળ સંચયની રીતો, જમીનમાંથી જળ શોધવાની વૈજ્ઞાનિક અને કોઠાસૂઝની વિવિધ પદ્ધતિઓ, ભૂગર્ભ જળની, ગુણવત્તા, ઊંડાઈ અને જથ્થો કેવી રીતે જાણી શકાય તે માટેની વિવિધ ટેકનીક જેવા વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમાં જ ખેડૂતોને વરસાદ માટેના અનુમાનો તેમાં જ વાતાવરણમાં થતા કાયમી ફેરફારો માટે DAMU પ્રોજેક્ટ દ્વારા મળતી માહિતીનો ઉપયોગ કરવા માટે સલાહ આપવામાં આવી હતી.

ખેડૂતો સાથે વૈજ્ઞાનિકોએ સીધો સંવાદ કરી જળ સંચય, પાણી શોધવા માટેના  વિવિધ દેશી નુશખાઓમાં મુંજવતા પ્રશ્નોનું નિરાકરણ થાય તે રીતે ગોષ્ઠી કરવામાં આવેલ હતી.  આ ઉપરાંત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જામનગર દ્વારા ખેડૂતોને “ક્વોલીટી સીડ ગ્રોવર્સ” જેવા એક માસના તાલીમ કાર્યક્રમથી તૈયાર કરેલ સ્કીલડ ખેડૂતોને સર્ટીફીકેટ એનાયત કરીને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો. કે. પી. બારૈયા, સિનિયર સાયન્ટીસ્ટ એન્ડ હેડ, કે.વી.કે., જુકૃયું, જામનગર;  એ. વિ. સાવલિયા, મતિ એ. કે. બારૈયા,  એચ. એસ. ગોધાણી,  એન. ડી. આંબલીયા વગેરેએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.