જામનગરમાં બે પશુ ડોક્ટરોની ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ કોંગ્રેસ દ્વારા SP કચેરીએ FIR માટે કરાઈ રજૂઆત

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરમાં બે પશુ ડોક્ટરો વચ્ચેની ઓડિયો ક્લિપ કોંગ્રેસ દ્વારા જાહેર કરાયા બાદ છેલ્લા 14-15 કલાક વધુ સમય વિતી ગયા છતાં પણ કોઈપણ જાતની કાયદેસરની કાર્યવાહી ન કરાઈ હોવાના આક્ષેપ સાથે એસપી કચેરીએ શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાની આગેવાની હેઠળ ફરજ મુક્ત કરાયેલા ડોક્ટર ગોધાણી વિરોધ ગુનો નોંધવામાં આવે તેવી માગણી સાથે રજૂઆત કરવામાં આવી છે. અને આ મુદ્દે જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીની બહાર દેખાવો પણ કરવામાં આવ્યા હતા.