કાલાવડ પંથકના હરીપર-મેવાસામાં SOGએ ત્રાટકી નકલી દૂધની ફેક્ટરીમાં દરોડો પાડયો

ક્રાઈમ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

ગુજરાતમાં એક તરફ લઠ્ઠાકાંડ અને કેમિકલ કાંડ ચાલી રહ્યો છે ત્યારે જામનગર પોલીસે નકલી દૂધની ફેક્ટરી ઝડપી છે. પાંચ લાખ થી વધુ ના મુદ્દા માલ સાથે ઝડપાયેલી નકલી દૂધની ફેક્ટરી મારફતે દરરોજનું હજારો લિટર નકલી દૂધ રાજકોટ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પહોંચાડવામાં આવતું હોવાનું ઘટસ્ફોટ થયો છે. વનસ્પતિ ઘી અને પાવડરના મિશ્રણ ને ખાસ પ્રોસેસ કરી મશીન મારફત અખાદ્ય ગણાતા નકલી દૂધને બનાવવામાં આવતું હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

જામનગરના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની સુચના તથા એસ.ઓ.જી. ના ઈન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર આર.વી.વીંછીના માર્ગદર્શન મુજબ જામનગર ગ્રામ્ય વિસ્તારમા એસ.ઓ.જી.સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા .આ દરમ્યાન એસ.ઓ.જી.સ્ટાફને બાતમી મળેલ કે, કાલાવડ તાલુકાના હરીપર ( મેવાસા ) ગામે રહેતા રાજુભાઈ બટુકભાઈ ભારાઈ તથા તેનો માણસ ભલાભાઈ રમેશભાઈ મકવાણા પોતાના રહેણાક મકાનમાં માનવ જીંદગીની તંદુરસ્તી જોખમાય તે રીતે દુધમાં પાવડર તથા વનસ્પતિ ઘી ભેળસેળ કરી અખાધ્ય દુધ બનાવી એકત્રિત કરી તેનું વેચાણ કરે છે.

જેથી રેઇડ માટે ફુડ ઇન્સપેકટર તથા તેમની ટીમને સાથે નકલી દૂધ બનાવતી ફેકટરીની જગ્યાએ રેઈડ કરતા ત્યાથી અખાધ્ધ દુધ બનાવવા માટેનો પાવડરની મોટા બાચકા નંગ 17 તથા વનસ્પતિ ઘી ના ડબા નંગ -42 તથા અન્ય સાધન સામગ્રી મળી કુલ રૂપિયા 5,34,025 / – નો જંગી મુદામાલ સીઝ કરી, સેમ્પલો લઈ પુષ્કરણ અર્થે કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરી તપાસ હાથ ધરવામાં આવી છે.આ કાર્યવાહી ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર આર.વી.વીંછી ના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી છે. અને કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવામાં આવી રહ્યો છે.