ગિરિમથક સાપુતારામાં મોન્સુન ફેસ્ટિવલ, મેધ મલ્હાર માટે તડામાર તૈયારીઓ…

ગુજરાત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, સાપુતારા :

વરસાદી સીઝન વચ્ચે ગિરિમથક સાપુતારામાં વનરાઈ ખીલી ઉઠી છે. અને આહલાદક વાતાવરણ વચ્ચે લોકો પણ ફરવા માટે આવી રહ્યા છે. ત્યારે “ગુજરાત કી આંખો કા તારા સાપુતારા” ખાતે 30 જુલાઈ થી 30 ઓગસ્ટ સુધી મોનસૂન ફેસ્ટિવલ ની તડામાર તૈયારી કરવા માં આવી રહી છે.

ગુજરાત રાજ્યનું મીની કાશ્મીર ગણાતું રાજયનું એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે ચોમાસામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે.કુદરતી સૌંદર્ય સાથે અસંખ્ય જળ ધોધ અને ગિરિમથક સાપુતારા નું ગાઢ ધુમ્મસિયા વાતાવરણ નો લુપ્ત ઉઠાવવા પ્રકૃતિ પ્રેમીઓ આતુરતા થી રાહ જોતા હોય છે.

ચાલુ વર્ષે મેઘરાજાએ ભારે તાંડવ કર્યા બાદ ગિરિમથક માં પ્રવાસીઓની સંખ્યામાં બ્રેક લાગતા પ્રવાસન ઉદ્યોગ સહિત સ્થાનિક ધંધાર્થીઓ પર માઠી અસર પહોંચી હતી. જે અનુસંધાને પ્રવાસન વિભાગે પ્રવાસીઓને આકર્ષવા સતત એક મહિનો ચાલનાર મોનસૂન ફેસ્ટિવલ નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

સાપુત ફેસ્ટિવલ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ની રમઝટ સાથે ડાંગી વાનગીઓનો આસ્વાદ પણ માણવા માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

2022 જુલાઈ માં યોજાનાર મોનસૂન ફેસ્ટિવલ ને મેઘ મલ્હાર નામ આપવા માં આવ્યું છે. મોનસૂન ફેસ્ટિવલ ના આયોજન થી હોટેલિયરો સહિત નાના ધંધાર્થીઓને રોજગારી માટે આશાનું કિરણ બંધાયું છે.