ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે દ્વારકા જગત મંદિર ખાતે દર્શનાર્થે તેમજ દ્વારકામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા જઈ રહ્યા હતા ત્યારે જામનગર એરપોર્ટ ખાતે તેઓએ ટૂંકું રોકાણ કર્યું હતું.
જામનગર એરપોર્ટ ઉપર મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર,શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિમલભાઈ કગથરા, ટુરિઝમ વિભાગના આર.એચ. શુક્લા, કમિશનર વિજય ખરાડી, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, નિવાસી અધિક કલેકટર મિતેષ પંડ્યા, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રાયજાદા, પ્રાંત અધિકારી આસ્થા ડાંગર, એરપોર્ટ ડાયરેક્ટર સચીન ખંગાર સહિતના મહાનુભાવોએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આવકારી ઉષ્માપૂર્ણ સ્વાગત અને અભિવાદન કર્યું હતું.