Home ધર્મ-આધ્યાત્મિક જામનગરમાં મોરારીબાપુની “માનસ ક્ષમા”શિર્ષક સાથે રામકથાનો શુભારંભ

જામનગરમાં મોરારીબાપુની “માનસ ક્ષમા”શિર્ષક સાથે રામકથાનો શુભારંભ

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર:

છોટી કાશી ગણાતા જામનગરના આંગણે વિશ્વ વિખ્યાત કથાકાર પૂ.મોરારીબાપુની રામ કથા માનસ ક્ષમાનો 7 સપ્ટેમ્બરના શનિવારે સાંજે 4 કલાકે પ્રારંભ થયો છે.
રામકથાના પ્રારંભે જામનગરના શ્રી 5 નવતનપુરીધામ ખીજડા મંદિરના આચાર્ય શ્રી 108 કૃષ્ણમણીજી મહારાજ, દ્વારકા સનાતન આશ્રમના કેશવાનંદજી મહારાજ, રાજેસ્થાનથી કકુંમાં, કેન્દ્રીય કૃષિ પ્રધાન પુરષોતમ રૂપાલા, રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ચેરમેન મનહર ઝાલા, રાજ્યમંત્રી હકુભા જાડેજા, મેયર હસમુખ જેઠવા, સાંસદ પૂનમબેન માડમ, પૂર્વમંત્રી ગોવિંદભાઇ પટેલ, મુળુભાઈ બેરા, ધારાસભ્ય રાઘવજી પટેલ, પબુભા માણેક,સંરક્ષણ પાંખના અધિકારીઓ અને ચંદ્રા પરિવારની દિકરીઓ સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટય કર્યું હતુ.
પ્રથમ દિવસે કથાના પ્રારંભે પૂ. મોરારીબાપુએ કહ્યું હતું કે, હાલમાં ક્ષમાના દિવસો ચાલી રહ્યા છે ત્યારે જામનગરની રામકથામાં વિવિધ પ્રસંગો લેવાશે. પરંતુ ક્ષમા કથા દરમ્યાન કેન્દ્રમાં રહેશે. કથામાં જીવનમાં રામકથાને આત્મસાધ કરવા શ્રદ્ધાનું ભાથું સાથે લઈને તુલસીદાસ જેવા સાધુનો સંગ લઈ ઇષ્ટદેવની કૃપા જરૂરી છે. આગજ સારો હોય તો અંજામ ઈશ્વર પર છોડી દેવાનું જણાવી કથાની પૂર્વ ભૂમિકા બાંધી હતી. મોરારીબાપુએ રામકથાની નજીક આવવાથી દુઃખ દૂર થશે. અને મનમાં કરેલા સંકલ્પો હરિ પુરા કરે છે.
આપણે આપણા માટે કઈ ન કરી શકીએ તો બીજા માટે ઘણું કરી શકીએ. ધર્મગન્થોથી નજીક રહેવા પર પણ મોરારીબાપુએ કથામાં જણાવ્યું હતું. રામકથા હોય ત્યાં હનુમાનજી કોઈને કોઈ શક્તિ સ્વરૂપે હોય જ છે. 
અયોધ્યાના મહાત્મા અંગે દ્રષ્ટાંત આપતા કહ્યું કે, મુંબઈના માધવબાગની કથા અને ભાવનગરના ટાઉનહોલની પણ કથાઓ કરતા વક્તાઓને સહજ રીતે યાદ કર્યા હતા.
ચંદ્ર પર યાન પહોંચવામાં મળેલ નિષ્ફળતા ઘટનાને પણ કથાના પ્રારંભે પધારેલા આચાર્ય કૃષ્ણમણીજી મહારાજે કરેલા ઉદબોધનને યાદ કરીને મોરારીબાપુએ યનના મંગળ પર પહોંચવામાં મળેલ નિષ્ફળતા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વૈજ્ઞાનિકોને આપેલ હૈયાધારણાને પણ વ્યાસ પીઠ પરથી માનસ ક્ષમા કથામાં વાત કરી હતી.
મોરારીબાપુએ માનસ ક્ષમા કથા દરમ્યાન બેટી બચાવો…બેટી પઢાવો પર પણ ભાર મુકતા હાલના દીકરા-દીકરીના હાલચાલ અંગેની હાસ્યાસ્પદરીતે રહેણીકરણી રજુ કરી ભેદભાવ લોકોને નહિ રાખવા માર્મિક ટકોર કરી હતી.
9 દિવસની રામકથામાં જીવનમાં હારી ગયેલો માણસ જીવનમાં ફરી બેઠો થઈ શકે છે.તેવું જણાવતા પૂ.મોરારીબાપુએ રામાયણનો માર્મિક ટકોટ કરતા મર્મ સમજાવ્યો હતો.
તુલસીદાસજી એ રામાયણની રચનામાં પ્રારંભે સપ્ત પદોમાં નારી શક્તિને પ્રાધાન્ય આપ્યું છે. અને દરેક શ્લોકના પ્રારંભે દરેક સોરઠામાં દેવી શક્તિનો પ્રથમ ઉલ્લેખ કર્યો છે.
રામકથામાં આવેલા તખ્તબાપુ જેવા ગઢવીને યાદ કરીને તેની દીકરીના પ્રસંગને યાદ કરાવતા મોરારીબાપુએ કહ્યું કે, દેવ પાસે દીવો ન બાળો તો કઈ નહિ,પરંતુ તમારી માં નો જીવ ન બાળજો. ખોટા દેખાડા બંધ કરવા પર ભાર મુક્યો હતો.
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here