ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, યુ.કે : (ભરત સંચાણીયા)
યુનાઈટેડ કિંગડમના રાજકારણમાં ભારતીય મૂળની વ્યક્તિ ટોચનું સ્થાન મેળવવા જઇ રહી છે.
હમણાં જ મળી રહેલા તાજા સમાચાર મુજબ યુનાઈટેડ કિંગડમ (UK) ના વડાપ્રધાન અને ટોરી પાર્ટીના લીડર માટેની ચૂંટણી યોજાઈ છે. જેમાં બીજા રાઉન્ડમાં ભારતીય મૂળના બેંગ્લોરના ઈન્ફોસિસ કંપનીના કૃષ્ણમૂર્તિના જમાઈ રિશી સુનાક બહુમતી સાથે આગળ વધી રહ્યા છે. બીજા રાઉન્ડમાં 88 મતો સાથે આગળ વધી રહ્યા છે.
રિશી સુનાક ના લોકપ્રિયતાના ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે આવનારા સમયમાં યુકેના વડાપ્રધાન અને ટોરી પાર્ટીના લીડર તરીકે રીશી સુનાક ને નિશ્ચિત માનવામાં આવી રહ્યા છે.