જામનગર જિલ્લામાં રેડ એલર્ટને લઈને રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ સમીક્ષા બેઠક યોજી

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યમંત્રીબ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષ સ્થાને ભારે વરસાદના અનુસંધાને જામનગર જિલ્લામાં જાહેર થયેલ રેડ એલર્ટના પગલે જિલ્લા વહીવટ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરી અંગેની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

બેઠકમાં મંત્રીએ લગત વિભાગોના અધિકારીઓ પાસેથી વરસાદી કામગીરી અંગેની વિગતો મેળવી હતી.મંત્રીએ તમામ તાલુકાઓમાં થયેલા કુલ વરસાદની માહિતી મેળવી ડેમના દરવાજાઓ ખોલવાની સ્થિતિ ઊભી થાય તો જરૂરી તકેદારી રાખવા સૂચન કર્યું હતું.મંત્રીએ વરસાદથી ધોવાયેલ રોડ-રસ્તાનું તત્કાલિક સમારકામ કરી પૂર્વવત્ કરવા, વીજ પુરવઠો ન ખોરવાય તે માટે જરૂરી ટીમો તૈયાર કરવા, એન.ડી.આર.એફ. તથા એસ.ડી.આર.એફ.ની ટીમોની વ્યવસ્થા, તાલુકા વાર આશ્રયસ્થાનોની સ્થિતિ, ફૂડ પેકેટની વ્યવસ્થા, પાણી પુરવઠો તેમજ આવાગમનની વ્યવસ્થા વગેરેની માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

મંત્રીએ જણાવ્યું હતું કે ગત વર્ષમાંથી બોધપાઠ લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં જાનમાલની નુકસાની અટકાવવા ખૂબ સુચારૂ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. યુદ્ધના ધોરણે કામ કરતા તંત્રને યોગ્ય સહયોગ આપવા પણ મંત્રીએ આ તકે જિલ્લાના નાગરિકોને અપીલ કરી હતી. તેમજ કંઈપણ જરૂરિયાત ઉભી થાય તો મંત્રીનું અંગત ધ્યાન દોરવા પણ ઉપસ્થિત અધિકારીઓને મંત્રીએ જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, મેયર મતી બીનાબેન કોઠારી, જિલ્લા કલેકટરડો.સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન હર્ષાદીપ સુતરીયા, અધીક નિવાસી કલેકટર એમ.પી.પંડ્યા, શહેર ભાપજ પ્રમુખ વિમલભાઈ કગથરા, તમામ પ્રાંત અધિકારીઓ, અધિક્ષક ઇજનેરપી.જી.વી.સી.એલ, કાર્યપાલક ઇજનેરમાર્ગ અને મકાન વિભાગ પંચાયત સહિત સંલગ્ન વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *