જામનગર જિલ્લામાં રેડ એલર્ટ, આગામી બે દિવસ ભારે વરસાદ પડવાની શકયતા

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર જિલ્લા માં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે 12 અને 13 જુલાઈના સવાર સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આજ સવારથી જ વરસાદ શરૂ થઈ ત્યારે ગુરુપૂર્ણિમા પહેલા જ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

જામનગર જિલ્લામાં તા. 12 અને 13 જુલાઈ ના ખુબ જ ભારે વરસાદ પડી શકે છે જેને લઈને રેડ એલર્ટની આગાહી આપવામાં આવી છે. ત્યારે તમામ લોકોને સતર્કતા દાખવવા તથા નદી, તળાવ કેે ડેમ આસપાસના વિસ્તારોમાં બિનજરૂરી પ્રવાસ ટાળવા જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘીએ અનુરોધ કર્યો છે. આકસ્મીક સંજોગોમાં કંટ્રોલ રૂમનો સંપર્ક સાધવા જણાવ્યું છે.

જામનગર જિલ્લાની જાહેર જનતાને કલેકટર કચેરી તરફથી જાણ કરવામાં આવે છે કે, ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી તા.૧૨/૦૭/૨૦૨૨ ના સવારે ૮.૩૦ કલાકથી તા.૧૩/૦૭/૨૦૨૨ ના રોજ સવારે ૮.૩૦ કલાક સુઘી અત્રેના જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. જેથી લોકોને નદીપટૃ વિસ્તારમાં તેમજ ડેમની આજુબાજુનાં વિસ્તારમાં અવરજવર ન કરવા તેમજ જરૂરી સતર્કતા રાખવા અને બિનજરૂરી પ્રવાસ ન કરવા તથા કોઈ દુર્ઘટના/ બનાવ બને તો તેની તાત્કાલીક જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમ ખાતે ફોન નં.૦ર૮૮-રપપ૩૪૦૪ ઉપર જાણ કરવા અનૂરોધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *