ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, દેવભૂમિ દ્વારકા :
હવામાનવિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગલે એનડીઆરએફની ટીમના 24 જવાનોને કલ્યાણપુર તાલુકાના રાવલ ખાતે સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.
હવામાન ખાતાની આગાહી મુજબ આગામી દિવસીમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. જે અન્વયે રાહત અને બચાવની કામગીરી સમયસર થઇ શકે તે હેતુથી સરકાર દ્વારા એનડીઆરએફની એક ટીમ દેવભૂમિ દ્વારકા જિલ્લાને ડીપ્લોય કરવામાં આવેલ છે.
આ ટીમ રાહત અને બચાવની કામગીરીને અનુરૂપ તમામ સંસાધનો સાથે એનડીઆરએફની ટીમ કલેક્ટર કચેરી ખાતે હાજર થયેલ છે. ટીમને જિલ્લા ક્લેક્ટર એમ.એ.પંડ્યાના માર્ગદર્શન હેઠળ કલ્યાણપુર તાલુકાના રાવલ ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે.