જામનગરમાં જય જગન્નાથનો નાદ ગુંજી ઉઠ્યો, નગરચર્યાએ નીકળ્યા નાથ….

ધર્મ-આધ્યાત્મિક

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : 

છોટી કાશી ગણાતા જામનગરમાં શનિવારે સાંજે પાર્ક નજીકથી ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા નીકળી હતી. જામનગરમાં આવેલા ઇસ્કોન મંદિર દ્વારા જગન્નાથની યાત્રા અષાઢી બીજ પછીના નવમાં દિવસે 9 તારીખે નીકળી છે. આ શોભાયાત્રા પૂર્વે મંદિર ખાતે તડામાર તૈયારીઓ પણ કરવામાં આવી હતી. આજે આ શોભાયાત્રા જામનગર શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી અને જય જગન્નાથનો નાદ ગુંજી ઉઠ્યો હતો. જે યાત્રા મોડી સાંજે જામનગરમાં ધુંવાવ ગામ નજીક ઇસ્કોન મંદિર ખાતે સંપન્ન થઈ હતી.

જામનગરમાં છેલ્લા 15 વર્ષથી ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે.

ઇસ્કોન પરિવાર દ્વારા આયોજિત આ ભગવાન જગન્નાથની રથયાત્રાના કાર્યક્રમમાં આજે 9 તારીખે શનિવારે વહેલી સવારથી કાર્યક્રમની શરૂઆતમાં ભગવાન જગન્નાથની મંગળા આરતી કરવામાં આવી હતી. આરતી થયા બાદ ભગવાન જગન્નાથજી (જગન્નાથજી- શુભદ્રા-બલરામના વિગ્રહ) ની રથયાત્રાનું મંગળાચરણ થયું હતું.ત્યારબાદ સાડા સાત વાગ્યે શ્રૃંગાર દર્શન, આઠ વાગ્યે તથા અગ્યિાર વાગ્યે ધાર્મિક પ્રવચન, બપોરે સાડા ચાર વાગ્યે વિશેષ આરતી-છપ્પનભોગના પણ દર્શન પણ યોજાયા હતા. જેનો  ભાવિકોએ દર્શન નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ રથયાત્રામાં ભક્તો દ્વારા હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ રામ રામ હરે હરે જય જગ્ગનાથજીના નાદ સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં જગન્નાથ યાત્રા ફરી હતી.

જામનગરના એમ્યુઝમેનટ પાર્ક, મેહુલનગર પાસેથી પ્રારંભ થયેલી જગન્નાથ રથયાત્રા ત્યાંથી ખોડીયાર કોલોની, ઓશવાળ સેન્ટર ગેઇટ, સાત રસ્તા, લાલ બંગલો, ટાઉનહોલ, તીનબત્તી, કે.વી. રોડ, સુભાષબ્રીજ, રાજપાર્ક, ગુલાબનગર, કાર શો-રૂમ રોડ થઇ ઇસ્કોન મંદિરમાં રથયાત્રાની સંપન્ન થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *