ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
જામનગરના ગોકુલ નગરમાં પશુઓને દૂધ માટે આપવામાં આવતા પ્રતિબંધિત ઇન્જેક્શનની મીની ફેક્ટરી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની પોલીસની ઝડપી પાડી છે. છેલ્લા દોઢ વર્ષથી જામનગરમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં આ ફેક્ટરીમાં બનાવાયેલ પ્રતિબંધિત ઇન્જેક્શન નો જથ્થો સપ્લાય કરવાની પ્રક્રિયા નો પડદાફાસ થયો છે. નકલી ઇન્જેક્શન બનાવતા શખ્સને ત્રણ ટ્રેક્ટર જેટલા ડ્રગ્સ ની જુદી જુદી સામગ્રી સાથે ઝડપી પાડી એસઓજીએ વધુ તપાસ હાથ ધરી છે.
જામનગરના ગોકુલ નગર વિસ્તારમાંથી પશુઓને લગાવવા માટેના પ્રતિબંધિત ઇન્જેક્શન બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે. જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં એક શખ્સ દ્વારા પોતાના મકાનની ઓરડીમાં પશુઓને લગાવવા માટેના પ્રતિબંધિત ઇન્જેક્શન તૈયાર કરવાની ફેક્ટરી ચલાવતો હતો. જે ફેક્ટરી એસ.ઓ.જી. શાખાની ટીમે પકડી પાડી છે, અને ઇન્જેક્શન ને લગતી રૂપિયા 6 લાખની જથ્થાબંધ સામગ્રી કમજે કરીને એક શખ્સની અટકાયત પણ કરી છે. જ્યારે અન્ય એક શખ્સ ભાગી છુટતા તેને પણ ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
જામનગરના ગોકુલ નગર સાયોના શેરીમાં રહેતા ભીમશી મારખીભાઈ ગોજીયા નામના શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનની ઓરડીમાં પશુઓને લગાવવાના ઇન્જેક્શન બનાવવાની ફેક્ટરી ચલાવવામાં આવી રહી હતી.
દુધાળા ઢોરને ઇન્જેક્શન આપીને વધુ દૂધ મેળવી શકાય તે માટેના ઇન્જેક્શન કે જેના પર પ્રતિબંધ છે, તેમ છતાં આવા ઇન્જેક્શન બનાવવા ની ગેરકાયદે ફેક્ટરી ચલાવવામાં આવી રહી છે, તેવી એસ.ઓ.જી. શાખા ને બાતમી મળી ગઈ હતી.
આ બાતમીને આધારે શુક્રવારે મોડી સાંજે એસ.ઓ.જી.ની ટુકડીએ ગોકુલ નગર વિસ્તારમાં દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન ભીમશી ગોજીયા ની ઓરડીમાંથી ઇન્જેક્શન બનાવવાની મશીનરી મળી આવી હતી.
સાથો સાથ 10 હજારથી વધુ કાચની ઇન્જેક્શન ની બોટલો, તથા તેને લગતુ ડ્રગ્સ , પુઠાના બોક્સ, વગેરે મળી અંદાજે 6 લાખથી વધુ નો માલસામાન મળી આવ્યો હતો.જેથી આ તમામ સામગ્રી એસ.ઓ.જી. દ્વારા જુદા-જુદા ત્રણ ટ્રેક્ટરમાં ભરીને કબજે કરી લેવામાં આવી હતી.
જામનગર ના ગોકુલનગર નજીક સાયોના વાળી શેરીમાં એસ.ઓ.જી. ની ટીમે દરોડો પાડી પ્રતિબંધિત પશુઓને લગાવવાના ઇન્જેક્શન બનાવવાની ફેક્ટરી પકડી પાડી હતી.
જે મીની ફેક્ટરી છેલ્લા દોઢ વર્ષથી બે આરોપીઓ ચલાવતા હોવાનું સામે આવ્યું છે, અને તેઓનું નેટવર્ક જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા સિવાય રાજ્યભરમાં ફેલાયેલું હોવાનુ મનાઈ છે. પોલીસે પકડેલા ભીમશી મારખીભાઈ ગોજીયા અને તેનો જ પિતરાઈ ભાઈ રામભાઈ ગોજીયા કે જેઓ દોઢ વર્ષ પહેલાં ઇન્જેક્શન ની દવા તૈયાર કરવા માટેની મશીનરી લઈ આવ્યા હતા. અને તેની જુદી જુદી સામગ્રીઓ આસપાસના વિસ્તારમાંથી ખરીદ કરીને ખાનગીમાં તેનું વેચાણ કરતા હતા.100 એમ.એલ. ના એક ઇન્જેક્શનના 6 રૂપિયા જ્યારે 200 એમ.એલ.ના 12 રૂપિયાના ભાવે વેચાણ કરતા હતા.
જામનગર જિલ્લા ઉપરાંત આણંદ વાપી વલસાડ સુધી પણ ઇન્જેક્શનનો જથ્થો મોકલતા હતા, જે પશુઓને લગાવવાથી વધુ દૂધ મેળવી શકાય. જામનગરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આરોપીના મકાનમાંથી 8,908 ઇન્જેક્શન બનાવવા માટેની પ્લાસ્ટિકની બોટલો, નાના-મોટા 48 નંગ પાઉચ 6,528 નાના મોટા ઇન્જેક્શનની પ્લાસ્ટિકની બોટલ વગેરે મળી કુલ રૂ .6 લાખ 24 હજાર ની માલસામગ્રી કબ્જે કરી લેવામાં આવી છે. ત્યારે પોલીસે વિધિવત ગુનો નોંધી મીની ફેક્ટરી ચલાવતા એક શખ્સને ઝડપી પાડ્યું છે જ્યારે ભાગેડુ અન્ય એક શખ્સ ની શોધખોળ હાથ ધરી છે.