જામનગર તાલુકામાં 27મી જુલાઇએ શહેર મામલતદાર કચેરીએ તાલુકા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ, 16મી સુધી અરજી કરી શકાશે

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : 

સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલ સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ ‘તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ દર માસે યોજવામાં આવે છે.

આ અંતર્ગત જામનગર (શહેર) તાલુકા ખાતે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૭-૦૭-૨૦૨૨ બુધવારના રોજ સવારના 11:30 કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, જામનગર (શહેર)ના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી, જામનગર (શહેર) ચેમ્બર ખાતે યોજવામાં આવશે. આગામી તા. 16 જુલાઇ સુધીમાં અરજદારોએ અરજી મોકલી દેવાની રહેશે.

1. તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીને પ્રથમ લેખિતમાં રજુઆત કરેલી હોવી જોઈએ અને રજૂ કરેલ પ્રશ્ન અનિર્ણિત હોવો જોઈએ તો જ અરજી સ્વીકારવામાં આવશે.

2. આ કાર્યક્રમમાં તાલુકા કક્ષાના અધિકારી ક્ષેત્રમાં આવતા પ્રશ્નોના જ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નો હોવા જોઈએ.

3. આ કાર્યક્રમમાં અરજદાર જાતે પોતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે.

4. આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે. સામુહિક રજુઆતો કરી શકશે નહીં. તેમ મામલતદાર, જામનગર (શહેર) તાલુકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *