વંદે ગુજરાત વિકાસ યાત્રાના ત્રીજા દિવસે નાઘેડીમાં લાભાર્થીઓને બી.એલ.સી મકાનના પ્રમાણપત્રો, આયુષ્માન કાર્ડ તથા પોષણ કિટ અર્પણ કરાઇ

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : 

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલ વિકાસને જન જન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવનાર છે. આ ૧૫ દિવસીય યાત્રામાં વિકાસ કાર્યોના લોકાર્પણ, નવા કામોની જાહેરાત, સહાય વિતરણ, કલ્યાણકારી યોજનાઓનો પ્રચાર પ્રસાર સહિતના કાર્યક્રમનો કરવામાં આવી રહેલ છે. ત્યારે વિકાસયાત્રાના ત્રીજા દિવસે જામનગરના નાઘેડી ગામ ખાતે વિવિધ યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્રો, કાર્ડ, કિટ વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતુ.

આ કાર્યક્રમમાં જામનગર વિસ્તાર વિકાસ સતામંડળ દ્વારા બી.એલ.સી મકાનના પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા.તેમજ PMJAY- MA (આયુષ્માન કાર્ડ) યોજના અંતર્ગત લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા હતા.

આ ઉપરાંત કાર્યક્રમ દરમ્યાન આંગણવાડી વિભાગ દ્વારા બહેનોને પોષણક્ષમ અનાજ કિટ, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના કિટનું વિતરણ કરવામાં આવ્યું હતુ.

આ પ્રસંગે પશુપાલન વિભાગ, રમત ગમત વિભાગ અને સમાજ સુરક્ષા કચેરીના અધિકારીઓ દ્વારા વિભાગની કામગીરી વિશેની ઝીણવટભરી માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમમાં જિલ્લા આયોજન અધિકારી પટણી, તાલુકા પંચાયતના સભ્ય લીંબાભાઇ ગમારા, નાઘેડી ગામના સરપંચ સુરેશભાઇ બાંભવા, માજી સરપંચ અઝાભાઇ, કુમાર શાળા અને કન્યા શાળાના આચાર્ય તથા ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *