કાલાવડ ના નાના વડાળામાં સ્કૂલ બસ નદીમાં ખાબકી, 9 બાળકોને બચાવવા રેસ્ક્યું

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, કાલાવડ :

જામનગર જિલ્લાના કાલાવડ પંથકના નાના વડાળા ગામે સ્કૂલ બસ નદીમાં ખાબકી છે. કાલાવડ પંથકમાં ભારે વરસાદને પગલે નદીમાં એક તરફ ધોડાપુર આવ્યા છે ત્યારે જ નાના વડાળા ગામની ખાનગી સ્કૂલની બસ નવ જેટલા બાળકો અને ત્રણથી ચાર શિક્ષકોને લઈને જતી હતી ત્યારે જ વરસાદી પાણીમાં વહીને નદીમાં પહોંચી હતી.

આ ઘટનાને લઈને કાલાવડ થી ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે તાબડતોબ પહોંચ્યો છે અને સ્થાનિક તરવૈયાઓ અને લોકોની મદદથી હાલ ફાયર બ્રિગેડ દ્વારા નવ જેટલા બાળકોને બચાવી લેવા માટે રેસક્યુ ઓપરેશન પણ હાથ ધરાયું છે.

આ સમગ્ર ઘટના અંગે ગ્રામજનો ના જણાવ્યા પ્રમાણે નાના વડાળા ગામના પેટ્રોલ પંપ નજીક રસ્તા ઉપર ખાડા ખબડા આવેલા હોવાથી સ્કૂલ બસ વરસતા વરસાદે ખાડાઓ તારવી પસાર કરવા જતા સ્કૂલ બસ પાણીના વહેણમાં પલટી મારી હતી અને નદીમાં પહોંચી હતી. આ ઘટનાને પગલે સ્થાનિકોએ તાત્કાલિક તંત્રને જાણ કરતા તંત્ર અને સ્થાનિકોએ તાત્કાલિક બચાવવા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ઉપાડી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સહી સલામત બહાર કાઢ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *