ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, દેવભૂમિ દ્વારકા :
છેલ્લા બે ત્રણ દિવસથી ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદે તારાજીના દ્રશ્યો સર્જ્યા છે. ત્યારે કલ્યાણપુર તાલુકામાં ખાબકેલા ભારે વરસાદના કારણે સૂર્યાવદર, રાણપરડા રાવલ વિસ્તારના ખેતરોમાં ચારે તરફ પાણી ફરી વળ્યાં છે. કલ્યાણપુર તાલુકામાં ખાબકેલા ભારે વરસાદના કારણે ખેતરો પાણીમાં ગરકાવ થયાં છે.સૂ ર્યાવદર,રાવલ વિસ્તારોમાં ખેતરો બેટમાં ફેરવાયા છે.
વાવણી કરેલ ખેતરો પાણીમાં ગરકાવ થતા પાક માં નુકશાન ની ભીતી સેવાઈ રહી છે. અનેક ખેતરોમાં પાક પણ પાણીમાં ગરકાવ થતાં જમીન ધોવાણ થયું હતું વાવણી કરેલ ખેતરો પાણીમાં ગરકાવ શાકભાજી નો પાક પણ પાણીમાં ગરકાવ જોવા મળ્યો હતો. ભારે વરસાદના પગલે સાની ડેમના પાણી સૂર્યાવદર, રાણપરડા સહિતના ગામોના સિમોના ખેતરોમાં દૂર દૂર સુધી પાણી પાણી ફરી વળ્યાં હતા. ત્યારે ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે.
ખેતરોમાં જઈ શકાય તેવી સ્થિતિ નથી. ખેતરોમાં, મકાનોમાં પાણી હોય ખેડૂતોને અવર-જવર પણ કરવી મુશ્કેલી બની છે. ભારે વરસાદના પગલે જન જીવન પ્રભાવિત થયું છે. કલ્યાણપુર તાલુકામાં ખાબકેલા 6 ઇંચ વરસાદે ચારે તરફ પાણી પાણી કરી દીધા છે. ત્યારે નદીઓ અને જળાશયો મા પણ પાણીની આવક થઇ છે.
સાની ડેમ આ વર્ષે ખાલી રહેશે જેને પગલે ડેમનું પાણી સીધું રાવલ રાણપરડા ગામના સીમ વિસ્તારોમા પહોંચતા ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે. રાવલ સૂર્યાવદર ને જોડતા માર્ગો પર પાણી ફરી વળતા લોકોને પણ હાલાકી પડી રહી છે. જ્યારે બે ત્રણ દિવસથી પડેલા વરસાદ ને લઈને કલ્યાણપુર પંથકના અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા છે.