ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાતના તમામ જિલ્લાઓમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા યોજાઈ રહી છે જે નિમિત્તે જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે એમ.પી.શાહ મ્યુનિ સિપલ ટાઉનહોલ ખાતે વંદે ગુજરાત વિકાસયાત્રા નો પ્રારંભ કરાયો હતો આ તકે જામનગર મહાનગરપાલિકાના મેયર બીનાબેન કોઠારી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા જામનગર શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગથરા સહિતના મહાનુભાવો દ્વારા વંદે ગુજરાત રથનું કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું હતું ,
વંદે ગુજરાત વિકાસ યાત્રાનો આ રથ આગામી 15 દિવસ સુધી જામનગર શહેરના 16 વોર્ડમાં પરિભ્રમણ કરી વિકાસ યાત્રા ની માહિતી શહેરીજનો સુધી પહોંચાડશે. કાર્યક્રમની શરૂઆત ગુ. સા. મહેતા શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા સ્વાગત ગીત અને પ્રાર્થના દ્વારા કરાઈ હતી.
આ કાર્યક્રમમાં છેલ્લા ૨૦ વર્ષમાં વિકાસની જે ગુજરાતમાં તેમજ જામનગરમાં હરણફાળ જોવા મળી છે તેનો વિગતવાર ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમથી પરિચય આપવામાં આવ્યો હતો,
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન બીનાબેન કોઠારીએ જણાવ્યું હતું કે છેલ્લા 20 વર્ષમાં ગુજરાતે દરેક ક્ષેત્રમાં વિકાસ કર્યો છે ગ્રામ્ય વિસ્તારોથી માંડી શહેરી ગરીબો માટે ગુજરાત સરકારે વિવિધ પ્રકારની યોજનાઓ ઘડી છે ગુજરાતમાં વિકાસની આ યાત્રા અવિરત વહેતી રહી છે જામનગરની વિકાસની વાત કરીએ તો રમત ગમત માટે આધુનિક સ્પોર્ટ્સ સંકુલ, શહેરીજનોની સુખાકારી માટે એમ્યુઝમેન્ટ પાર્ક ,સાત રસ્તા સર્કલ અને વિવેકાનંદ ગાર્ડન તો વિવિધ જગ્યાઓ પર અંડરબ્રિજ અને ઓવર બ્રીજનું નિર્માણ કરાયું છે લાખોટા કોઠાનું રીનોવેશન અને ભુજીયા કોઠા નું રીનોવેશન શિક્ષણ ક્ષેત્રને આંગણવાડી ક્ષેત્રે પણ ગુજરાત સરકારે અનેરો વિકાસ કર્યો છે ,કિસાન સન્માન નિધિ યોજના તેમજ સુજલામ સુફલામ યોજના દ્વારા દરેક ઘરે નલ સે જલ સહિતની ગુજરાત સરકારે સામાન્ય નાગરિકની ચિંતા કરી છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારે સામાન્ય વ્યક્તિ માટે આરોગ્યની સવલતો પણ વિશિષ્ટ રીતે પૂરી પાડી છે જેમાં આયુષ્યમાન કાર્ડ અંતર્ગત કોઈપણ વ્યક્તિ સરકારી હોસ્પિટલોમાં પણ વિનામૂલ્યે આરોગ્યની સવલતો પ્રાપ્ત કરી શકે છે.
જામનગરમાં છેલ્લા દાયકાઓમાં બેહજાર કરોડના ખર્ચે વિવિધ ક્ષેત્રે વિકાસ કરવામાં આવ્યો છે તો હાલના સંજોગોમાં 600 કરોડ રૂપિયાના ખર્ચે વિકાસ કાર્યો વિવિધ ક્ષેત્રે થઈ રહ્યો છે તેમજ આવનારા સમયમાં જામનગરમાં રૂપિયા 500 કરોડના ખર્ચે વિવિધ ક્ષેત્રે વિકાસ કાર્યો હાથ ધરવામાં આવનાર છે.
આ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓ ના લાભાર્થીઓને વિવિધ સહાય ચૂકવવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મેયર બીનાબેન કોઠારી, કમિશનર વિજયકુમાર ખરાડી , ડેપ્યુટી કમિશનર એ.કે. વસ્તાણી , આસિસ્ટન્ટ કમિશનર પંડ્યા , ડેપ્યુટી મેયર તપનભાઇ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગથરા, મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, શહેર સંગઠનના હોદ્દેદારો કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા, આ કાર્યક્રમનું સંચાલન અશોકભાઈ જોશીએ કર્યું હતું.