Home ભારત દિલ્હીમાં સ્વ. રાજીવ ગાંધીની 75મી જન્મજયંતિની ઉજવણી કેવી રહી , જાણો

દિલ્હીમાં સ્વ. રાજીવ ગાંધીની 75મી જન્મજયંતિની ઉજવણી કેવી રહી , જાણો

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, દિલ્હીઃ (નિરવ જોશી)

20ઓગસ્ટે 24 અકબર રોડ જે AICC એટલે કે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનું હેડક્વાર્ટર છે. તેની મુલાકાત ખબર કનેક્ટના ચીફ રિપોર્ટરે લીધી હતી. જ્યાં સ્વ. રાજીવ ગાંધીની 75 મી જન્મ જયંતી નો માહોલ જોવા મળ્યો હતો.

- Advertisement -

૨૦મી ઓગસ્ટ એટલે કે સ્વ. રાજીવ ગાંધીની 75 મી જન્મ જયંતી નો માહોલ ખૂબ યાદગાર દેખાતો હતો. હું જ્યારે નાના બાળક તરીકે શાળામાં ભણતો હતો ત્યારે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા. ઇતિહાસમાં રાજીવ ગાંધીની ભૂમિકા અંગે ઘણા વાદવિવાદ જોવા મળી રહ્યા છે પરંતુ દેશમાં એસટી , એસટીડી -પીસીઓ અને સંચાર ક્રાંતિના જનક તરીકે તેમનો સિંહફાળો રહ્યો છે તેમ જ બીજા કેટલાક નિર્ણય આધુનિક ભારતને મજબૂત કરવાના કેટલાક કાર્યો માટે પણ તેમના નિર્ણયો એક વાસ્તવિક અને ઐતિહાસિક બન્યા હતા તેવું હું વિશ્વાસથી કહી શકું એમ છું.

મને યાદ છે કે રામચંદ્ર ભૂમિનો શિલાન્યાસ પણ સ્વર્ગીય રાજીવ ગાંધીના સમયમાં જ થયો હતો એ ચોક્કસ નોંધનીય છે કે દેશમાં હિન્દુત્વનું મોજુ પણ રાજીવ ગાંધીના સમયે પ્રચંડ રીતે ફેલાવવાનું શરૂ થયું હતું.

વિશ્વના ઈતિહાસમાં જ્યારે જ્યારે સ્વતંત્ર ભારતના ઇતિહાસની વાત થશે ત્યારે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાનો ના કાર્યોની પણ સમીક્ષા સમયાંતરે થતી રહે છે.

20 ઓગસ્ટે 75 મી સ્વર્ગીય રાજીવ ગાંધી ની જન્મ જયંતી નો માહોલ ઉત્સાહજનક દેખાતો હતો .સમગ્ર પરિસરના વાતાવરણમાં એક ઉત્સવનો માહોલ છવાયેલો હતો તેમજ કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત દેખાતા હતા. હોર્ડિંગ્સને તેમજ બીજા બોર્ડ વડે સ્વર્ગીય રાજીવ ગાંધી માટે શુભેચ્છા પાઠવી હતી. અનેક શુભેચ્છકો ગુલાબની પાંખડીઓ સ્વર્ગીય રાજીવ ગાંધી ના ફોટા પર અર્પણ કરીને ભાવ અંજલિ આપતા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here