Home સૌરાષ્ટ્ર-કચ્છ ધ્રોલ પંથકમાં કોઝવે તૂટતા 10 ગામોની અવરજવર અટકી, અનેક વખતની રજુઆત ધ્યાને...

ધ્રોલ પંથકમાં કોઝવે તૂટતા 10 ગામોની અવરજવર અટકી, અનેક વખતની રજુઆત ધ્યાને ન લેવાતા ગ્રામજનોએ જાત મહેનત ને જીંદબાદ આદર્યું

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ધ્રોલ: (ચંદ્રેશ પરમાર)

જામનગર જિલ્લા ના ઘ્રોલ તાલુકાના હમાપર ગામે ભારે વરસાદથી હમાપરની ઘેલ નદી ગાંડીતુર બની હતી. ઘેલ નદી પર આવેલા કોઝવે તૂટતાં આ કોઝવે પર થી 8 થી 10 ગામ નો મુખ્ય માર્ગ છે. જેથી વાહનવ્યવહાર અને લોકોની અવરજવર અટકી હતી.
આ કોઝવે પર થી 8 ગામો ને ઘ્રોલ જવા માટે મુખ્ય માર્ગ છે. નાની મોટી ચીઝ વસ્તુ માટે ઘ્રોલ આવુ પડતુ હોઈ છે. છેલ્લા ઘણા વર્ષોથી આ વિસ્તારના ગામના લોકોની રજુઆત હોવા છતાં પણ રજુઆતને સરકારે આજ સુઘી ધ્યાને લીધી નથી .
કોઝવે પરથી લગભગ 8 થી 10 ગામો જેવા કે હમાપર , જાલીયા , માનસર ,ખીજડીયા ,ખેંગારકા ,ખોંખરી સહિતના ગામોમાં મુખ્ય અવજવર માટેનો કોઝવે છે. આ કોઝવે તૂટતા અવજવર ઠપ્પ થઈ ગઈ છે.
વહેલી સવારથી જ ગ્રામજનો દ્રારા આ કોઝવેમાં માટી નાખીને કામ ચલાવ રસ્તો બનાવવા મથામણ આદરી હતી. અને લોકોની અવજવર માટે ગ્રામજનો એ મહામહેનત કરી ને કામ ચલાઉ રસ્તો બનાવાઈ રહ્યો છે.
સરકાર ના મોટા વાયદા 8 થી 10 ગામનો મુખ્ય માર્ગ એવા હમાપર ઘેલ નદી પર કોઝવે ક્યારે બનશે. ગ્રામજનોની માંગણી ક્યારે પુરી થશે.
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here