Home ગુજરાત GLS કેમ્પસમાં ABVPના વિદ્યાર્થીઓએ સ્વ. સુષ્મા સ્વરાજને ભાવપૂર્ણ શ્રધાંજલિ અર્પણ કરી

GLS કેમ્પસમાં ABVPના વિદ્યાર્થીઓએ સ્વ. સુષ્મા સ્વરાજને ભાવપૂર્ણ શ્રધાંજલિ અર્પણ કરી

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક,અમદાવાદ: (નિરવ જોશી)

શનિવારે GLS લૉ કોલેજ – અખિલ ભારતીય વિઘાર્થી પરિષદના વિદ્યાર્થી પ્રમુખ સંદીપ બેરા તેમજ સદસ્યો દ્વારા પૂર્વ વિદેશ મંત્રી સ્વર્ગીય શ્રીમતી સુષ્મા સ્વરાજજી ને શ્રઘાંજલી પાઠવવા માટે કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મોટી સંખ્યામાં હોદ્દેદારો , કાર્યકરો તથા વિઘાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે છે કે સ્વરાજની રાજનીતિ કારકિર્દીની શરૂઆત ABVPના સમર્પિત કાર્યકર્તા તરીકે યુવાવસ્થામાં શરૂ કરી હતી. ગુજરાતના અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓના જીવનમાં સદગુણોની પ્રેરણા મળે મળે તે હેતુથી શ્રદ્ધાંજલિ સભા કરી ને તેમના કર્તુત્વ અને નેતૃત્વની યાદ કરી હતી.

સ્વ. સુષ્મા સ્વરાજના કુટુંબીજનોને દુઃખ સહન કરવાની ભગવાન શાંતિ આપે તેવી મંગલ કામના પણ વિદ્યાર્થીઓએ કરી હતી. સ્વર્ગીય સુષ્મા જીના જીવનમાંથી પ્રેરણા લેવાની વાતો પણ શ્રદ્ધાંજલિ સભામાં કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here