Home ગુજરાત અર્થ પ્રોટેક્ટર અને જીવદયા સંસ્થાએ 6000 સાપોને બચાવ્યા

અર્થ પ્રોટેક્ટર અને જીવદયા સંસ્થાએ 6000 સાપોને બચાવ્યા

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, પાટણ: (સુનિલ પટેલ)

પાટણ શહેરની બે સેવાભાવી સંસ્થાઓ અર્થ પ્રોટેક્ટર અને જીવદયા ના 25 થી વધુ સ્વયંસેવકો દ્વારા વર્ષ 2010 થી 2019 સુધીમાં 6હજારથી પણ વધુ સાપોને વિવિધ વિસ્તારોમાંથી બચાવીને તેમને બચાવીને સુરક્ષિત સ્થાને છોડી દેવામાં આવ્યા છે તેમજ સાપો વિશે લોકોમાં જે ગેરમાન્યતા ઓછે તેને દૂર કરી લોકોને જાગૃત કરવાનું પણ કામ સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

- Advertisement -

સાપ જેનું નામ સાંભળતા જ લોકો ડરવા લાગે છે તેમજ સાપ વિશે લોકોમાં અંધશ્રદ્ધા અને ગેરમાન્યતાઓ પણ જોવા મળી રહી છે સાપને ખેડૂત મિત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે તેમજ સાપની એક જાતિ જેને નાગ( કોબ્રા ) તરીકે ઓળખવામાં આવે છે. હિન્દુ સંસ્કૃતિમાં આ સાપને દેવતા તરીકે પૂજવામાં આવે છે તેમજ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વિવિધ સ્થળો પર નાગદેવતાના મંદિરો પણ આવેલા છે .તેમજ નગપંચમી ના દિવસે લોકો નાગ દેવતા ના મંદિરો માં મેળા ભરાય છે આ દિવસે મંદિરો માં નાગ દેવતા ની પૂજા કરવામાં આવેછે.

સાપ લોકો ના ઘરો કે અન્ય કોઈ સ્થળે જોવા મળતા લોકો માં તેને જોવા માટે ભારે ઉત્સુકતા સાથે ડર પણ જોવા મળે છે કારણકે સાપની વિવિધ પ્રજાતિઓમાંથી ખાસ કરીને પાટણ શહેર અને જિલ્લામાં જોવા મળતી ત્રણથી ચાર પ્રજાતિઓ ખૂબ જ ઝેરી હોય છે અને તેના કરડવાથી માણસ અને પશુ-પક્ષીઓનું મોત પણ થઈ શકે છે જેને લઇ લોકોમાં સાપને લઈ ભારે ડર જોવા મળે છે.

પાટણ શહેરની સેવાભાવી સંસ્થા અર્થ પ્રોટેક્ટર અને જીવદયા દ્વારા વર્ષ 2010 થી લોકોમાં સાપ અંગે જે અંધશ્રધ્ધાઓ અને ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે તેને દૂર કરવા માટે ના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને લોકોમાં સાપ અંગે ની જાગૃતિ લાવવાના પ્રયાસ કરવામાં આવે છે

આ સાથે સાથે પાટણ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં કોઈ મકાન કોઈપણ સ્થળે સાપ જોવા મળે તો તેને બચાવવા માટે બંને સંસ્થાના ૨૫ થી વધુ સ્વયંસેવકો દ્વારા દિવસ રાત સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે અને સાપને પકડીને સુરક્ષિત યોગ્ય સ્થાન ઉપર છોડી દેવામાં આવે છે જેના કારણે લોકોના જાનમાલને પણ નુકસાન થતું નથી તેમજ સાપને પણ કોઈ નુકસાન થતું નથી બંને સંસ્થાઓ દ્વારા છેલ્લા નવ વર્ષમાં છ હજારથી થી પણ સાપોને બચાવીને ન સુરક્ષિત સ્થળ ઉપર છોડી મુકવામાં આવ્યા છે. સાપ વિશે વધુ માહિતી અને સાપને બચાવવા માટે લોકોએ ડો હાર્દિક પટેલ , ડો નિશીથ ધારૈયા, વીરેન શાહ અને પ્રતીક પટેલ નો સંપર્ક કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here