Home દેશ-વિદેશ 370 નાબુદી બાદ પાકિસ્તાન ગિન્નાયું : ભારત સાથે રાજકીય અને વ્યાપારિક સંબધો...

370 નાબુદી બાદ પાકિસ્તાન ગિન્નાયું : ભારત સાથે રાજકીય અને વ્યાપારિક સંબધો પુરા કર્યા

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ડેસ્ક:

જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા બાદ કાશ્મીરને લઇને પાકિસ્તાનમાં ઘમાસાણ ચાલી રહ્યું છે. બુધવારે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાનની અધ્યક્ષતામાં મળી હતી. પાકિસ્તાને ભારત સાથેના તમામ રાજદ્વારી સંબંધોને તોડવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાન હવે નવી દિલ્હીથી તેના રાજદૂત પરત ખેંચશે અને ભારતના રાજદૂત અજય બિસારિયાને દિલ્હી મોકલશે. ભારત સાથે દ્વિપક્ષીય વેપાર ન કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. પાકિસ્તાને કાશ્મીર મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રમાં લેવાનો નિર્ણય લીધો છે.

- Advertisement -

પાકિસ્તાનના ત્રણ નિર્ણયો : 1. ભારત સાથે રાજદ્વારી સંબંધો સમાપ્ત કરવા. 2. ભારત સાથે દ્વિપક્ષીય સંબધો મુલતવી રાખવા.  3. તમામ પ્રકારના દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા

આપને જણાવી દઈએ કે, ભારતના પાકિસ્તાનના રાજદૂત આ મહિને નવી દિલ્હી આવવાના હતા, પરંતુ હવે તે ભારત નહીં આવે.

આ પહેલા મંગળવારે પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ બંને ગૃહોનું સંયુક્ત સત્ર બોલાવ્યું હતું. ત્યાં પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું કે, ભારત સરકાર કાશ્મીર અંગે યુએનના નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે. આ ખૂબ જ ગંભીર વિષય પર ચર્ચા કરવા કહેવામાં આવ્યું છે. ભારતમાં ભાજપ અને સંઘ હિન્દુ ધર્મના એજન્ડાને અનુસરે છે. અને ભારતમાં મુસ્લિમોને દબાવવામાં આવી રહ્યા છે.

ઇમરાનખાન પર આરોપ લાગતા ઇમરાનખાને શુ કહ્યું: ચર્ચા દરમિયાન એક પછી એક વિપક્ષી સભ્યોએ ઈમરાન પર કાશ્મીરની પરિસ્થિતિ પર કંઇપણ ન કરવાનો આરોપ લગાવ્યો હતો. આ અંગે ઇમરાને કહ્યું હતું કે, તમે મારા પર આરોપ લગાવતા હોવ કે મેં કંઈ જ કર્યું નથી. હવે મારે શું કરવું જોઈએ, હિન્દુસ્તાન પર હુમલો કરો?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here