Home સૌરાષ્ટ્ર-કચ્છ જાણો,જામનગરના સ્થાપના દિવસે રાજયમંત્રી હકુભાએ શું કહ્યું

જાણો,જામનગરના સ્થાપના દિવસે રાજયમંત્રી હકુભાએ શું કહ્યું

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર:

જામનગર શહેર આજે શ્રાવણ સુદ સાતમના રોજ સ્થાપનાના ૪૮૦ વર્ષ પુરા કરીને ૪૮૧માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. ત્યારે આજરોજ સ્થાપના દિને જામનગર મહાનગરપાલિકા દ્વારા થાંભલી પુજનનો કાર્યક્રમ અન્ન અને નાગરિક પુરવઠાના રાજ્યમંત્રી ધર્મેન્દ્વસિંહ (હકુભા) જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જામનગરના સ્થાપના દિવસે સૌ પ્રથમ રાજવી પરિવારના આદિત્યસિંહજી જાડેજાએ ખાંભીનું પૂજન કર્યું હતું.

- Advertisement -

આ સમયે રાજ્યમંત્રીએ જામનગરના મહાન ઈતિહાસ અને તેની ઐતિહાસીક પળોને યાદ કરતા કહ્યું હતુ કે, જામનગર છોટી કાશી તરીકે વિશ્વ પ્રસિધ્ધ છે.ગુજરાતના દ્વિતીય જ્યોતીર્લિંગ નાગેશ્વર મહાદેવનો જામનગર પર આશીર્વાદ છે. વળી રમત-ગમત ક્ષેત્રે જામનગરના અનેક ખેલાડીઓએ વૈશ્વિક સ્તરે સિધ્ધી પ્રાપ્ત કરેલી છે. જામરાવળજી દ્વારા સ્થાપીત નવાનગર સ્ટેટથી આગળ હવે જામનગર તરીકે ઓળખાતુ આપણુ આ નગર સતત ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી અભ્યર્થના સાથે આજે હું આ થાંભલીને વંદુ છું.”

આ પ્રસંગે જામનગરના મેયર હસમુખભાઈ જેઠવા, જામનગર મહાનગરપાલિકાના કમિશનર સતિષ પટેલ, સાશક પક્ષના નેતા દિવ્યેશ અકબરી અને રાજપુત સમાજના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here