Home સૌરાષ્ટ્ર-કચ્છ જામનગર જિલ્લા કક્ષાનો 70મા વનમહોત્સવની રાજયમંત્રી હકુભાની ઉપસ્થિતમાં ઉજવણી

જામનગર જિલ્લા કક્ષાનો 70મા વનમહોત્સવની રાજયમંત્રી હકુભાની ઉપસ્થિતમાં ઉજવણી

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ધ્રોલ: (ચંદ્રેશ પરમાર)

જામનગર જિલ્લાને વધુ હરિયાળો બનાવવા ધ્રોલ ખાતે 4ઓગસ્ટ,2019ના રવિવારે ડી.એચ.કે.મુંગરા કન્યા વિદ્યાલયના પટાંગણમાં જિલ્લા કક્ષાના 70મા વનમહોત્સવની અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્વસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisement -

ધારાસભ્ય અને એપીએમસી હાપા માર્કેટ યાર્ડના ચેરમેન રાઘવજીભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મહાનુભાવોના હસ્તે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરી નિશૂલ્ક રોપા વિતરણ માટેના વૃક્ષ રથને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

વન વિભાગ જામનગર દ્રારા આયોજીત આ વન મહોત્સવમાં રાજ્યમંત્રી ધર્મેન્દ્વસિંહ (હકુભા) જાડેજાએ લોકોને વૃક્ષા રોપણ કરી તેનો ઉછેર કરવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે, જામનગર હંમેશા વરસાદની અછતનો સામનો કરતુ આવ્યું છે. ત્યારે વધુમાં વધુ વૃક્ષો વાવી જામનગર જિલ્લાને રળીયામણુ, હરીયાળુ જામનગર બનાવી વરસાદ વરસાવીએ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ ૨૦૦૪ થી ગુજરાતમાં વન મહોત્સવની ઉજવણી વ્યાપક બને તે અંતર્ગત વૃક્ષોથી ભરપુર વન બનાવવાની શરૂઆત કરી હતી. વન મહોત્સવમાં આજે ગુજરાત મોખરે છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાતનું સુત્ર આપી રાજ્યભરમાં નવી પહેલ શરૂ કરી છે.

ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે કહ્યું કે,દરિયાપટ્ટીના વિસ્તારમાં લોકોએ વધુમાં વધુ વૃક્ષારોપણ કરી ખારાશનું પ્રમાણ ઘટાડી શકાય છે. જામનગરમાં દર વર્ષે ચેરનુ વાવેતર કરવામાં આવે છે. જેના થકી ખારાપટને અટકાવી શકાય છે. ઉપરાંત ગ્લોબલ વોર્મિંગના પડકારરૂપ પ્રશ્ર્નને વૃક્ષના ઉછેર અને પર્યાવરણના જતનથી નિવારી શકાય તેમ છે.

આ વનમહોત્સવમાં ડી.એચ.કે.મુંગરા કન્યા વિદ્યાલયના પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓએ જીમનેસ્ટીક, માનવ પિરામીડની કરતબો અને વૃક્ષનુ મહિમા સમજાવતી નૃત્ય નાટીકા પ્રસ્તુત કરી હતી.

આ પ્રસંગે કલેકટર રવિશંકર, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી જાની, ડીવાઈએસપી સૈયદ,વન સંરક્ષક, વન્ય પ્રાણી વર્તુળ અધિકારી ગાંધીનગર પ્રદિપસિંહ, નાયબ વન સંરક્ષક અધિકારી શ્રીમતિ રાધીકા પરસાણા, પ્રાંત અધિકારી ધ્રોલ હેતલબેન જોશી, મામલતદાર ધ્રોલ તેમજ મોટી સંખ્યામા વિદ્યાર્થીઓ તેમજ વનવિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here