Home ગુજરાત સૌરાષ્ટ્રના કદ્દાવર પાટીદાર ખેડૂત નેતા વિઠ્ઠલ રાદડિયાનુ નિધન

સૌરાષ્ટ્રના કદ્દાવર પાટીદાર ખેડૂત નેતા વિઠ્ઠલ રાદડિયાનુ નિધન

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક,જામકંડોરણા:

સૌરાષ્ટ્રના પાટીદાર સમાજના સિંહ, ખેડૂત નેતા અને ભાજપના કદ્દાવર નેતા વિઠ્ઠલ રાદડિયાનું અવસાન થયું છે. ભાજપના પૂર્વ સાંસદ રાદડિયા છેલ્લા ઘણા સમયથી બીમાર હતા.

- Advertisement -

વિઠ્ઠલ રાદડિયાના દીકરા અને ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ પોતાના ફેસબુક પેજ પર આ અંગે સત્તાવાર જાહેરાત કરતા લખ્યું છે કે, સ્વ. વિઠ્ઠલ રાદડિયાના અંતિમ દર્શન મંગળવારે સવારે 7 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી કન્યા છાત્રાલય જામકંડોરણા ખાતે કરી શકાશે.

વિઠ્ઠલભાઈ રાદડીયા ની અંતિમ યાત્રા મંગળવારે બપોરે 1 વાગ્યે તેમના જામકંડોરણા સ્થિત નિવાસસ્થાનેથી નીકળશે. વિઠ્ઠલભાઈ રાદડિયાના અવસાનના દુઃખદ સમાચારને પગલે જામકંડોરણા ખાતે વિઠ્ઠલભાઇના સમર્થકો ઉમટી પડ્યા છે અને ઊંડા દુઃખ સાથે એક સુખ દુઃખ માં સાથે રહેતા નેતાની વિદાયથી શોક સાથે શ્રદ્ધાસુમન અર્પણ કરી રહ્યા છે.ત્યારે રાદડીયા પરિવાર પર આવી પડેલ આ વસમી વેળાએ ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક પરિવાર તરફથી સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઇ રાદડિયાને શ્રદ્ધાસુમન અર્પણ કરીએ છીએ અને મંત્રી જયેશભાઇ રાદડિયા અને તેમના પરિવારને દિલસોજી પાઠવીએ છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here