Home જાણવા જેવું બાળ સાહિત્યકાર કિરીટ ગૌસ્વામીની સિદ્ધિઓ અને સર્જનયાત્રા અવિરત…

બાળ સાહિત્યકાર કિરીટ ગૌસ્વામીની સિદ્ધિઓ અને સર્જનયાત્રા અવિરત…

0

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ડેસ્ક:જામનગર

આધુનિક ગુજરાતી બાળસાહિત્યમાં કવિ કિરીટ ગોસ્વામીનું નામ આદરપૂર્વક લેવામાં આવે છે. તેઓ ગુજરાતી બાળકવિતાને નવો વળાંક આપનાર કવિ છે. જામનગરના વતની એવા કિરીટ ગોસ્વામી છેલ્લા દશ વર્ષથી બાળસાહિત્યક્ષેત્રે કલમ ચલાવે છે. તેઓ મુખ્યત્વે બાળકાવ્યો લખે છે. કિરીટ ગોસ્વામીનાં અત્યાર સુધીમાં પાંચ બાળકાવ્યસંગ્રહો પ્રકાશિત થઇ ચૂક્યા છે. જે પૈકી દરેક સંગ્રહને કોઇ ને કોઇ પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે. તાજેતરમાં જ તેમનાં બાળકાવ્યસંગ્રહ ‘એક બિલાડી બાંડી ‘ માટે તેમને ગુજરાતી બાળસાહિત્યમાં સૌથી મોટો ગણાતો અંજુ નરશી પુરસ્કાર (2019) પ્રથમ ક્રમે એનાયત કરવાની જાહેરાત થઇ છે. 

- Advertisement -
જામનગરના શિક્ષક અને બાળ સાહિત્યકાર કિરીટભાઈ ગૌસ્વામીના ઘણા બાળ પુસ્તકો પ્રસિદ્ધ થઇ ચુક્યા છે. અને તેને સન્માનો પણ મળ્યા છે.

વર્ષ-2018 નો આ પુરસ્કાર પણ કિરીટ ગોસ્વામીનાં પુસ્તક ‘ખિસકોલીને કમ્પ્યુટર છે લેવું! ‘ માટે તેમને એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, આ વર્ષે પૂજ્ય મોરારીબાપુના હસ્તે ગુજરાતી સાહિત્યનો પ્રતિષ્ઠિત એવો ‘સ્વ. નાનાભાઇ હ. જેબલિયા સ્મૃતિ સાહિત્ય પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો છે. આ અગાઉ તેમને બાળસાહિત્ય માટે ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી ત્રણ વખત પુરસ્કૃત કરવામાં આવ્યા છે.તેમને ‘સેતુ ‘ સંસ્થા દ્વારા ‘ જામનગર રત્ન ‘ એવોર્ડ પણ મળેલો છે.
કિરીટભાઈ ગોસ્વામી વ્યવસાયે શિક્ષક છે. તેઓ બાળકોના મનોજગતને સારી રીતે જાણે છે. સતત બાળકો સાથે જીવંત સંપર્કમાંરહે છે. તેથી તેઓ બાળકોના પ્રિય કવિ અને ઉત્તમ શિક્ષક બની રહયા છે.ખૂબ જાણીતા એવા બાળસાહિત્યકારો યશવંત મહેતા, ઇશ્વર પરમાર, શ્રધ્ધા ત્રિવેદી, નટવર પટેલ, રતિલાલ બોરીસાગર, હુંદરાજ બલવાણી સહિતનાઓએ કિરીટ ગોસ્વામીનાં બાળકાવ્યોને ખૂબ વખાણ્યાં છે અને તેમને નવી સદીના શ્રેષ્ઠ બાળગીતકાર તરીકે ઓળખાવ્યા છે. 

કિરીટ ગોસ્વામી પોતાના લખેલાં બાળકાવ્યો સતત બાળકો સમક્ષ પ્રસ્તુત કરવા માટે ગુજરાતભરની શાળાઓમાં ફરતા રહે છે. આમ,બાળકોનીસાથે જીવતા, બાળકો માટે સતત નિતનવાં બાળકાવ્યો સર્જતા આ કવિ, ખરેખર અભિનંદનને પાત્ર છે.  ત્યારે ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક પરિવાર દ્વારા પણ કિરીટભાઈ ગૌસ્વામીને તેમની બાળસાહિત્યની સેવાઓ બદલ ખુબ ખુબ અભિનંદન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here