Home જાણવા જેવું 7 દિવસ સુધી માથા વગર લડ્યો હતો ઘેલો વાણિયો…શું છે ઘેલા સોમનાથનો...

7 દિવસ સુધી માથા વગર લડ્યો હતો ઘેલો વાણિયો…શું છે ઘેલા સોમનાથનો ઈતિહાસ જાણો

0

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ધર્મ ડેસ્ક: રાજકોટ

સૌરાષ્ટ્રના પાંચાળ પંથકનાં રાજકોટ જીલ્લાનાં જસદણથી 20 કિલોમીટરના અંતરે ઘેલા નદીનાં કિનારે બિરાજમાન શ્રીઘેલાસોમનાથ મહાદેવ યાત્રાધામના અનોખા શિવલિંગ નો મહિમા છે.કેવી રીતે શિવલિંગના રક્ષણ કરતા ઘેલો વાણિયો માર્યો ગયો તેની યાદમાં નામ પડયું સોમનાથમાંથી ઘેલાસોમનાથ. આવો જાણીએ આ મંદિરનો આશરે 15મી સદીના 1457ની આસપાસનો આ ભવ્ય ઇતિહાસ.

- Advertisement -

વેરાવળ પ્રભાસપાટણમાં દરિયા કિનારે આવેલા સોમનાથ મંદિરને લુંટવા તથા મંદિરનો નાશ કરવા માટે ભૂતકાળમાં મહમદ ગઝનીએ બે થી ત્રણ વખત હુમલો કર્યો હતો. પરંતુ તેને તેમાં નિષ્ફળ ગયો હતો. આ સમયગાળામાં જુનાગઢ ઉપર કુંવર મહિપાલની કુંવરી મીનળદેવી કે જે શિવભક્તિમાં તલ્લીન હતા. અને મુસ્લિમ રાજાઓથી બચવા તેમણે ભુગર્ભમાં શિવલિંગની સ્થાપના કરી અને ત્યાં જ પૂજા કરતા હતાં.

સોમનાથ મહાદેવ પર ઇ.સ.1457માં આક્રમણ થયું હતું. ત્યારે સોમનાથ દાદાએ સ્વપ્નમાં આવી ને કહ્યું હતું કે, મને પાલખીમાં લઇ જાવ. 1457ની આસપાસ ગુજરાત ઉપર મહમદ જાફરનો ત્રાસ હતો. આવા સમયે મહમદ જાફરને ભુગભર્ગમાં જ્યોતિર્લિંગ છે. તેની જાણ થતા તેને આક્રમણ કર્યુ, પરંતુ મહમદ જાફરની કુંવરી હુરલ મીનળદેવી સાથે મળીને તેને મીનળદેવીને તેનાં પિતાના મનસુબાની જાણ કરી દીધી હતી. એજ સમયે મીનળદેવીને સ્વપ્ન પણ આવ્યું અને તે મુજબ મીનળદેવી અને ઘેલો વાણિયો શિવજીને પાલખીમાં લઇને ત્યાંથી ભાગી નીકળેલા. આમ સોમનાથ દાદાની પાલખી દુર દુર નીકળી ગયેલ ત્યારે સુલતાનને ખરબ પડી કે શિવલિંગ તો સોમનાથમાં રહ્યું નથી.

સુલતાને પોતાના સૈન્યને સોમનાથ દાદાની પાલખી પાછળ દોડાવ્યું. જયાં જયાં ગામ આવે ત્યાં તે ગામનાં ક્ષત્રિયો અને બ્રાહ્મણો શિવલિંગ બચાવવા સૈન્ય સાથે યુધ્ધ પણ થયા. આ દરમ્યાન શિવજીની પાલખી સોમનાથની આશરે 250 કિલોમીટર દૂર જસદણ તાલુકાનાં કાળાસર અને મોઢુકા ગામની વચ્ચે આવેલ નદી કિનારા સુધી પહોંચી હતી. જ્યાં પણ યુદ્ધ થયું.આ યુધ્ધ દરમ્યાન ઘેલા વાણીયાનું મસ્તક કપાય ગયું. અને મસ્તક કપાઈ જવા છતાં સાત દિવસ સુધી લડ્યા બાદ તે મર્યો હતો. સોમનાથ દાદાના શિવલિંગનાં રક્ષણ કાજે આવેલ અનેક લોકો માર્યા ગયા હતા.

છેલ્લે જ્યારે યુધ્ધ મહમદ જાફર સૈન્યએ બધાં જ શિવભક્તોને ખતમ કરવાની આરે હતા. ત્યારે મહમદ જાફરે શિવલિંગ પર તલવારનાં ઘા મારીને શિવલિંગ ખંડીત કરી નાંખુ તેવું વિચાર્યું પરંતુ શિવલિંગ પર તલવારનો ઘા મારતાની સાથે સોમનાથ દાદાના શિવલિંગ માંથી ભમરા નીકળ્યા હતા.

તેણે મહમંદ જાફર અને તેના સૈન્ય ને ખતમ કરી નાંખ્યું હતું. સોમનાથ દાદાનાં શિવલિંગને બચાવવા ઘેલો વાણિયાનું મસતક ઘડથી અલગ હોવા છતા જાફરનાં સૈન્ય સામે લડયા હતા. તેથી મંદિરનું નામ ઘેલાસોમનાથ પડ્યું. તેમજ નદીનું નામ પણ ઘેલો નદી રાખવામાં આવ્યું. આ યુધ્ધમાં હજારો બ્રાહ્મણો મોતને ભેટ્યા હતા. જેથી આ જગ્યા પૌરાણિક ઇતિહાસ સાથે સંકળાયેલ છે.

રાજાશાહી વખતમાં ઘેલાસોમનાથ મંદિરનો વહીવટ જસદણ દરબાર તરફથી કરવામાં આવતો હતો. પરંતુ રાજાશાહી બાદ લોકશાહીમાં આ મંદિરના વહીવટકર્તા તરીકે રાજકોટ કલેટકરની હાલ જવાબદારી છે. ઘેલાસોમનાથ દાદાનાં દર્શને આવતા ભક્તો માટે ઉતારા-પ્રસાદની પણ વ્યવસ્થા ઉપલભ્ધ છે. અહી શ્રાવણ માસ દરમ્યાન બ્રહ્મચોરાસી ભક્તો દ્વારા બ્રાહ્મણો અને સાધુ સંતોના ભંડારા પણ કરવામાં આવે છે. સરકાર અને ભક્તો તરફથી દરરોજ અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવી રહ્યું છે. ઘેલાસોમનાથ મહાદેવમાં શ્રાવણ માસ દરમ્યાન અલગ અલગ શણગાર કરવામાં આવે છે. અહીં શ્રાવણ મહિનામાં લોકમેળો હોય છે.

ઘેલાસોમનાથ મહાદેવનાં મંદિર સામે ડુંગર પર મીનળદેવી બિરાજમાન છે. અહીંની એક લોક વાયકા મુજબ ઘેલાસોમનાથ દાદાની આરતી ચાલીતી હોય છે. ત્યારે પૂજારીએ મીનળદેવીની પણ આરતી ઉતારવી પડે છે. જો મીનળદેવનાં મંદિર તરફ જો આરતીનું ધુપેલ્યુ ન કરવામાં આવે તો એ દિવસની આરતીનું ફળ નથી મળતું. સાથે જ જો તમે ઘેલાસોમનાથ મહાદેવનાં દર્શન કરો અને મીનળદેવીના દર્શન ના કરો તો તમારી યાત્રા અધુરી ગણાય છે. તેવી પણ લોકોમાં માન્યતા છે.

ઘેલાસોમનાથ મહાદેવના જળાઅભિષેક માટે મંદિરનાં ટ્રસ્ટ દ્વારા શુદ્ધ પાણીની વિનામૂલ્યે વ્યવસ્થા કરી આપવામાં આવે છે. સાથે જ વિનામૂલ્યે પ્રાસદ પણ આપવામાં આવે છે. ઘેલાસોમનાથ દાદાનાં દર્શને જવા રાજકોટથી 80 કિલોમીટરનો રસ્તો છે અને અમદાવાદ તરફથી આવતા શ્ર્ધાળુઓ બગોદરાથી ધંધુકા અને પાળીયાદ થઇ ને વિંછીયા થી સીધા જ ઘેલાસોમનાથ પહોચી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here