Home સૌરાષ્ટ્ર-કચ્છ જામનગરની આણંદપર સરકારી શાળાને લોકોએ શા માટે તાળા માર્યા જાણો…

જામનગરની આણંદપર સરકારી શાળાને લોકોએ શા માટે તાળા માર્યા જાણો…

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, કાલાવડ: (હર્ષલ ખંધેડિયા)

સરકારી શાળાઓમાં અભ્યાસ કરાવતા શિક્ષકો વિદ્યાર્થીઓના જીવન ઘડતર કરતા હોય છે. પરંતુ કેટલાક શિક્ષકો શિક્ષકની જેમ નહીં પરંતુ પોતાની હલકી માનસિકતાને લઈને વિદ્યાર્થીઓના ભાવિ સાથે જે કરતા હોય તેવી ઘટનાને પગલે સ્થાનિકોમાં વિરોધ જોવા મળે છે. આવો જ વિરોધ જામનગર પંથકની આણંદપર સરકારી શાળામાં થયો હતો અને શિક્ષકને પાણીચું આપ્યું પરંતુ ફરીથી આ શિક્ષક આ જગ્યાએ આવતા ગ્રામજનો કાળઝાળ બન્યા છે.

- Advertisement -

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપર ગામે સરકારી કુમાર શાળામાં ભાવશીંગભાઈ ડોડીયા ફરીથી હાજર થતાં તેના વિરોધમાં ગ્રામજનોએ સ્કુલને તાળાબંધી કરીને વિરોધ કર્યો હતો.

જાણવા મળતી વિગતો મુજબ બે વર્ષ પહેલા ભાવશીંગભાઈ ડોડીયા શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. પરંતુ તે સમયે શિક્ષકના ચારિત્ર્યને લઈને ઘણા બધા પ્રશ્નો ઉદભવ્યા હતા. અને તેની અસર વિદ્યાર્થીઓ, વાલીઓ, ગ્રામજનો અને ખાસ કરીને શિક્ષણ ઉપર વધુ જોવા મળેલ હતી. જેને પરિણામે તે શિક્ષકની બદલી પણ થયેલ હતી.

આણંદપર પ્રાથમિક શાળાને લોકોએ તાળું મારી દીધું. (તસવીર:ભોજભાઈ ટોયટા)

આ સમગ્ર ઘટનાને બે વર્ષ બાદ ફરી તે જ શિક્ષકને આણંદપરમાં ઓર્ડર આપવામા આવેલો હોવાની સરપંચ સહીત ગ્રામજનોને જાણ થતાંજ આણંદપર ગ્રામ્ય પંચાયતના લેટરપેડ પર જામનગર જીલ્લા વિકાસ અધિકારી, કાલાવડ પ્રાથમીક શિક્ષણ અધિકારી અને જામનગર જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન ને અરજી કરીને આણંદપર ગામે શિક્ષક ભાવશીંગભાઈ ડોડીયાને ન મોકલવા રજૂઆત કરવામા આવી હતી

ગ્રામજનોએ કરેલ રજુઆત છતાં પણ અધિકારીઓએ અરજીને ધ્યાનમાં ન લીધી અને ભાવશીંગભાઈને ઓર્ડર આપેલ હતો. જેથી ગ્રામજનોએ તે શિક્ષક આવતાં જ તેમનો સખ્ત વિરોધ પ્રદર્શન કર્યો હતો. અને સરકારી શાળાને તાળાબંધી કરી દીધી હતી.

ત્યારે હવે સરકારી અધિકારીઓ આ બાબતને ધ્યાનમાં લઈને યોગ્ય ઘટતું કરશે કે ગ્રામજનો દ્વારા વિરોધ સતત ચાલુ રહેશે તે તો આવનારા દિવસોજ બતાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here