Home સૌરાષ્ટ્ર-કચ્છ ધ્રોલમાં ગંદકીથી ત્રાસી ઉઠેલા લોકોએ વિપક્ષીનેતાને રજુઆત કરતા વિપક્ષીનેતાએ શુ કર્યું જાણો…

ધ્રોલમાં ગંદકીથી ત્રાસી ઉઠેલા લોકોએ વિપક્ષીનેતાને રજુઆત કરતા વિપક્ષીનેતાએ શુ કર્યું જાણો…

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ધ્રોલ: (ચંદ્રેેેશ પરમાર)

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી જ્યારે સ્વચ્છતા અભિયાનની હિમાયત કરી રહ્યા છે. ત્યારે જ ભાજપશાસિત ધ્રોલ નગરપાલિકા ના વોર્ડ નંબર 3 માં સ્વચ્છતા ના બેહાલ જોવા મળી રહ્યા છે. આ વિસ્તારના લોકો ગંદકીથી ત્રાહિમામ પોકારી અંતે વિપક્ષી નેતા કલ્પેશ હડીયલ ને આ મુદ્દે રજૂઆત કરી છે.

- Advertisement -

ધ્રોલ નગરપાલિકાના વૉર્ડ ન.૩ છેલ્લાં દોઢેક મહિનાથી સફાઈ નથી થતી જેથી જોડિયાના નાકા પાસેના વિસ્તારના રહેવાસીઓ દ્વારા વિરોધપક્ષના નેતા કલ્પેશભાઈ હડિયલને રૂબરૂ રજુઆત કરવામાં આવી છે. જેથી .કલ્પેશભાઈ હડિયલે સ્થળ તપાસ પણ કરી હતી અને.લોકોને આરોગ્ય સાથે ચેડાં ના થાય તે માટે લોકોએ સ્વંયભુ સ્વચ્છતા રાખવા આગ્રહ કર્યો છે.

જામનગર જિલ્લાના ભાજપ શાસિત ધ્રોલ નગરપાલિકાના વૉર્ડ નં.૩માં ભાજપનું ખાતું પણ નહી ખુલ્યું હોય તેથી નગરપાલિકાના અધિકારી અને પદાધિકારીઓ ની મિલીભગતથી રાગદ્વેષ રાખી આ વિસ્તારના લોકો સાથે ઓરમાયું વર્તન કરી રહ્યા છે. તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

ધ્રોલમાં વૉર્ડ ન.૩ના યુવા અને લોકોના પ્રશ્નોને કાયમી ધોરણે વાચા આપનાર સદસ્ય અને વિરોધ પક્ષના નેતા કલ્પેશ હડિયલ દ્વારા ધ્રોલ નગરપાલિકાના ચીફ ઓફિસરને ફરિયાદ પણ કરી છે. આગામી દિવસોમાં સ્વચ્છતા અંગે બેદરકારી દાખવનારા સરકારી બાબુઓ દ્વારા ફરી બેદરકારી ન દાખવાય તેના માટે ગંભીરતાથી આ મુદ્દાને લઈને દોઠ માસનો જવાબદાર સફાઈ કામદાર અને સુપરવાઇઝરને નોટીસ આપી તેનો પગાર પણ કાપવા પત્ર લખવામાં આવ્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here