Home દેશ-વિદેશ મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુરુવારે કઇ બેઠકમાં ભાગ લેવા દિલ્હી આવશે 

મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુરુવારે કઇ બેઠકમાં ભાગ લેવા દિલ્હી આવશે 

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, દિલ્હી: (નિરવ જોશી)

  • નીતિ આયોગની હાઇપાવર્ડ કમિટી ઓફ ચીફ મિનીસ્ટર્સ ફોર ટ્રાન્સફોર્મેશન ઓફ ઇન્ડીયન એગ્રીકલ્ચરની પ્રથમ બેઠકમાં સહભાગી થશે
  • મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના કન્વીનર પદની હાઇપાવર્ડ કમિટી
  • ગુજરાતના મુખ્યમંત્રી ઉપરાંત યુ.પી.-અરૂણાચલ પ્રદેશ – મધ્યપ્રદેશ – કર્ણાટક- હરિયાણાના મુખ્યમંત્રીઓ-કેન્દ્રીય કૃષિ મંત્રીઓ કમિટીમાં સમાવેશ
  • હાઇપાવર્ડ કમિટી બેઠકમાં કિસાનોની આવક બમણી કરવાના પગલાંઓ સહિત કૃષિ કલ્યાણ માટેની વિવિધ યોજનાઓના ટાઇમ બાઉન્ડ ઇમ્પ્લીમેન્ટેશનના સૂઝાવોની ચર્ચા-વિચારણા હાથ થશે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી નવી દિલ્હીમાં નીતિ આયોગની હાઇપાવર્ડ કમિટી ઓફ ચીફ મિનીસ્ટર્સ ફોર ટ્રાન્સફોર્મેશન ઓફ ઇન્ડીયન એગ્રીકલ્ચરની આવતીકાલે તા. ૧૮ જુલાઇ-ર૦૧૯ને ગુરૂવારે, યોજાનારી પ્રથમ બેઠકમાં સહભાગી થશે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસના કન્વીનર પદે રચાયેલી આ હાઇપાવર્ડ કમિટીમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઉપરાંત યુ.પી.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, હરિયાણાના મનોહરલાલ ખટ્ટર, અરૂણાચલ પ્રદેશના પ્રેમા ખાંડુ તેમજ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ અને કર્ણાટકના કુમાર સ્વામીનો સમાવેશ કરવામાં આવેલો છે. કેન્દ્રીય કૃષિ કલ્યાણ, મંત્રી નરેન્દ્રસિંઘ તોમર પણ આ સમિતીના સભ્ય તથા નીતિ આયોગના સભ્ય પ્રો. રમેશચાંદ સભ્ય સચિવ છે.

- Advertisement -

મુખ્યમંત્રીઓની આ હાઇપાવર્ડ કમિટી દેશના ખેડૂતોની આવક બમણી કરવાના પગલાંઓ તથા કેન્દ્ર-રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કૃષિ કલ્યાણ માટેની વિવિધ યોજનાઓ તેમજ તેના ટાઇમ બાઉન્ડ ઇમ્પ્લીમેન્ટેશન માટે સૂઝાવોની ચર્ચા-વિચારણા આ બેઠકમાં હાથ ધરશે અને બે મહિનામાં તેનો અહેવાલ આપશે.

ગુરૂવારે સવારે ૧૧ કલાકે નવી દિલ્હીમાં આ હાઇપાવર્ડ કમિટીની પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.મુખ્યમંત્રી ના મુખ્ય અગ્રસચિવ કે.કૈલાસનાથન તેમજ કૃષિ ના અધિક મુખ્ય સચિવ સંજય પ્રસાદ પણ મુખ્યમંત્રી સાથે જોડાવાના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here