Home સૌરાષ્ટ્ર-કચ્છ રાજકોટમાં સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી જનાર સાગરને પોલીસે ઝડપી પાડ્યો

રાજકોટમાં સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી જનાર સાગરને પોલીસે ઝડપી પાડ્યો

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, રાજકોટઃ

પ્રેમના અભરખા દેખાડી નાની અને ભોળી સગીરા ઉપર કેટલાક આવારા તત્વો ની નજર હોય છે. મીઠી મીઠી વાતો કરીને લોભ લાલચ આપનાર આવા ઈસમો મોટાભાગે નાની બાળકીઓને માત્ર પોતાની હવસ સંતોષવા જ અપહરણ કરી જતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો રાજકોટમાં બન્યું છે. જ્યાં રાજકોટ પોલીસે સગીરાને ભગાડી જનાર યુવકને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે.

- Advertisement -

રાજકોટ શહેર આજીડેમ પોલીસ સ્ટેશનમાં રાજકોટમાં રહેતી સગીરવયની દિકરીને કોઈ અજાણયો ઈસમ લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઈરાદે લઈ જ્ઞાની ફરીયાદી કરવામાં આવી હતી.

આ ફરિયાદમાં સગીરાના વાલીએ કાયદેસરના વાલીપણાના કબ્બામાંથી અપહરણ કરી લઈ ગયેલાની ફરીયાદ કરતા . તા . ૧૧ / ૦૭ / ૨૦૧૭ ના રોજ ગુન્હો દાખલ કરવામાં આવેલ અને આ કામે ભોગ બનનારના સગળ મેળવતા રાજકોટના 19 વર્ષીય સાગર પરબતભાઈ સોલંકી કે, જે  શીતળામાં ના મંદીર પાછળ મહાકાળી માતાજીના મંદીરના મકાનમાં પારડી વિસ્તારમાં હે છે. તેને ઝડપી પાડ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here