Home દેશ-વિદેશ અમરનાથ યાત્રાનો પ્રારંભ : બમ-બમ ભોલેના નાદ સાથે ચુસ્ત બંદોબસ્ત સાથે પ્રથમ...

અમરનાથ યાત્રાનો પ્રારંભ : બમ-બમ ભોલેના નાદ સાથે ચુસ્ત બંદોબસ્ત સાથે પ્રથમ સમૂહ રવાના

0

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જમ્મુ:

આજથી હિન્દુઓની આસ્થા સમાન અમરનાથ યાત્રાનો પ્રારંભ થયો છે. અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓનો પહેલો સમૂહ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે રવિવારના રોજ વ્હેલી સવારે રવાના થઇ ગયો છે. અને આ સંબંધમાં જરૂરી તમામ વ્યવસ્થા કરી લેવાઇ છે. અધિકારીઓએ કહ્યું કે અત્યાર સુધીમાં અંદાજે દોઢ લાખ શ્રદ્ધાળુઓએ 46 દિવસ ચાલનાર આ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

- Advertisement -

રાજ્યપાલ સત્યપાલ મલિકના સલાહકાર કે.કે.શર્માએ જમ્મુ બેઝ કેમ્પમાંથી ઝંડી આપી પહેલો સમૂહ રવાના કરી દીધો છે. સમગ્ર અમરનાથ યાત્રા દરમ્યાન ઠેર-ઠેર સુરક્ષાકર્મીઓ પણ તૈનાત કરી દેવાયા છે. આ યાત્રા અનંતનાગ જિલ્લાની 36 કિલોમીટર લાંબી પરંપરાગત પહેલગામ માર્ગ અને ગાંદેરબલ જિલ્લાના 14 કિલોમીટર લાંબા બાલતાલ માર્ગ થઇને જાય છે. અહીંથી નીકળેલા શ્રદ્ધાળું સાંજ સુધીમાં શ્રીનગર પહોંચશે. અને સોમવારના રોજ બાબા બર્ફાનીના દર્શન કરી શકશે આ યાત્રા સુખદ અને શાંતિપૂર્ણ સંપન્ન થાય તે માટે પણ ખાસ સુરક્ષાકર્મીઓને તૈનાત કરી દેવાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here