છોટાઉદેપુરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા, હવાઈ નિરીક્ષણ પણ કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, છોટાઉદેપુર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મધ્ય ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદથી પૂરગ્રસ્ત અને સૌથી વધુ પ્રભાવિત બોડેલી વિસ્તારની મુલાકાત મંગળવારે લીધી હતી. મુખ્યમંત્રી વરસાદથી અતિ પ્રભાવિત વિસ્તારોની જાત નિરીક્ષણ મુલાકાત અંતર્ગત બોડેલીના અસરગ્રસ્તોને મળ્યા હતા અને તેમની સાથે વાતચીત કરી વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા બચાવ રાહત કાર્યો, આશ્રય સ્થાનોની વ્યવસ્થા […]

Continue Reading

જન્મદિવસની સેવામય ઉજવણીઃ ખોડલધામના પ્રણેતા નરેશ પટેલના જન્મદિવસે 59 જગ્યાએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, રાજકોટ : ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલના જન્મદિવસે 59 જગ્યાએ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં 10570 રક્તદાતાઓએ રક્તદાન કર્યું છે. નરેશભાઈ પટેલે જન્મદિવસને અવિસ્મરણીય અને યાદગાર બનાવનાર રક્તદાતાઓ અને સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કર્યો હતો.50થી વધુ જગ્યાએ વૃક્ષારોપણ, વૃદ્ધા આશ્રમમાં ભોજન, બટુક ભોજન, દર્દીઓને ફ્રુટ વિતરણ સહિતના સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષોથી […]

Continue Reading

ગુજરાતમાં ભાજપની ચિંતન શિબિરમાં ટેબલ પર તાલ માલને તાસીરો…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, સુરત : ગુજરાતમાં પણ રાજકીય પાર્ટીઓ હવે કોર્પોરેટ કલ્ચર ના રંગે રંગાઈ રહી હોય તેવું સામે આવી રહ્યું છે. ભૂતકાળમાં દેશદાઝને લઈને જમીન ઉપર વિવિધ મોરચે લડતી ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવતા જ મદ મસ્ત થઈ હોય તેવા દ્રશ્યો ગુજરાતમાં સુરત ખાતે તાજેતરમાં મળેલી ભારતીય જનતા પાર્ટીની ચિંતન શિબિરના ઉપસ્થિત ભાજપના […]

Continue Reading

વલસાડની અંબિકા નદીના કિનારેથી પૂરમાં ફસાયેલા 16 લોકોને કોસ્ટ ગાર્ડે એરલીફ્ટ કર્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસોથી વરસાદી તારાજીને લઈને અનેક વિસ્તારોમાં પુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે કોસ્ટ ગાર્ડ ની મદદથી પૂર આવેલા વિસ્તારોમાં રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે. દમણ ખાતેના કોસ્ટ ગાર્ડ એર સ્ટેશનને વલસાડ કલેકટર દ્વારા પરિસ્થિતિને લઈને જાણ કરાતા વલસાડ નજીક અંબિકા નદીના કિનારે કેટલાક […]

Continue Reading

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પ્રવાસેથી પરત ફરી સીધા જ સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ગાંધીનગર :  ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગવી સંવેદનશીલતા સામે આવી છે. રાજકોટ જિલ્લાના પ્રવાસમાંથી પરત આવી હેલિપેડથી સીધા જ ગાંધીનગર ના સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા.જ્યાં 6 જિલ્લામા થયેલા ભારે વરસાદની સ્થિતિની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ આ ઓપરેશન સેન્ટરની હોટ લાઈનથી છોટાઉદેપુર કલેકટર કંટ્રોલ રૂમમાં વાતચીત કરી સ્થિતી નો […]

Continue Reading

ડાંગ જિલ્લામાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ, પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ડાંગ :  ડાંગ જિલ્લામાં બારેમેઘ ખાંગા થતા લોકમાતાઓ રોદ્ર સ્વરૂપ ધારણ કરી વહેતી થતા તેના કેચમેન્ટ વિસ્તારોમાં આવતા કોઝવે પર પુરના ધસમસતા પ્રવાહ ફરી વળતા અનેક ગામડાઓ દિવસભર જિલ્લા મથકે થી સંપર્ક વિહોણા બન્યા હતા. ડાંગ જિલ્લામા વરસાદને પગલે ધવલીદોડ ગામે એક મહિલાનું તણાઈ જવાથી મોત નિપજયુ હતું. જ્યારે એક ગાય […]

Continue Reading

સુરતનું પ્રાકૃતિક કૃષિ મોડેલ સમગ્ર ભારતનું કૃષિ મોડેલ બનવાની ક્ષમતા ધરાવે છે : વડાપ્રધાન મોદી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, સુરત :  સુરતના આંગણે આયોજીત ‘પ્રાકૃતિક કૃષિ સંમેલન’ને વર્ચ્યુઅલ સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જણાવ્યું હતું કે, દેશનો એક વર્ગ માનતો હતો કે, ગામડાઓમાં પરિવર્તન લાવવું સરળ નથી, પરંતુ ડિજિટલ ઈન્ડિયા મિશનની સફળતાએ આ માન્યતાનો છેદ ઉડાડી દીધો છે. આ જ રીતે સુરત જિલ્લાના ગામડાઓ અને જાગૃત કિસાનોએ સાબિત કર્યું છે […]

Continue Reading

પાટીદાર સમાજની મુખ્ય સંસ્થાના હોદ્દેદારો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે આ મુદ્દાઓને લઈને કરશે ચર્ચા વિચારણા…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, અમદાવાદ :  બિન અનામત આયોગ-નિગમ તથા સમાજના પ્રવર્તમાન પ્રશ્નો સહિત મુખ્ય 25 મુદ્દાઓ સાથે 15 જુન 2022ને બુધવારના રોજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન- વિશ્વઉમિયાધામ, જાસપુર અમદાવાદ ખાતે પાટીદાર સમાજની મુખ્ય સંસ્થાઓના અગ્રણીઓની મિટિંગ મળી હતી. આ મિટિંગમાં પાટીદાર અગ્રણીઓની થયેલી ચર્ચા અને પાટીદાર ઓર્ગેનાઈઝેશન કોર્ડિનેશન કમિટીના કન્વીનર આર.પી. પટેલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની […]

Continue Reading

ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે એલર્ટ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક મળી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ગાંધીનગર : રાજ્યમાં NDRFની ૯ અને SDRFની ૧ ટીમ તૈનાત કરવામાં આવી છે રાજ્યના ર૦૬ જળાશયોમાં ૧.૮૯ લાખ MCFT પાણીનો સંગ્રહ-હાઇ એલર્ટ-એલર્ટ અને વોર્નિંગ પર ૧ -૧ જળાશય કેન્દ્રીય હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સમયમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. એટલું જ નહિ, તા. ૭ થી ૧૦ જુલાઇ દરમ્યાન ભારેથી અતિભારે […]

Continue Reading

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો એ વિધાનસભામાં સ્વ.શ્યામાપ્રસાદ મુખરજીની જન્મ જયંતી એ પુષ્પાંજલિ અર્પી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ગાંધીનગર :  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીની 121મી જન્મ જયંતિએ ગુજરાત વિધાનસભા પોડિયમમાં સદગતના તૈલચિત્ર સમક્ષ ભાવપુષ્પ અર્પણ કરી આદરાંજલિ આપી હતી. રાજ્યની ભાવિ પેઢી માટે માર્ગદર્શક અને પ્રેરણા રૂપ બની રહેનાર રાષ્ટ્રના મહાનુભાવો, આઝાદી ચળવળના અગ્રણી સ્વાતંત્ર્ય સેનાનીઓના તૈલચિત્ર વિધાનસભા ભવનમાં રાખવામાં આવેલા છે. આ મહાનુભાવોને તેમની જન્મતિથી એ […]

Continue Reading