કેન્દ્રીય મંત્રી રૂપાલાએ ગામઠી સ્ટાઈલમાં “શેરી વળાવી સજજ કરુ…”ગાઈને સ્વચ્છતા અભિયાનમાં શ્રમદાન કર્યું ..!!!

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ભારત સરકારના મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયના કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સિદસર ગામેથી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમની ઉજવણી અંતર્ગત એક તારીખ એક સૂત્ર હેઠળ પૂજ્ય બાપુને સ્વચ્છાંજલીના મહાશ્રમદાનના કાર્યક્રમમાં જોડાયા હતા.જેમાં કેન્દ્રીયમંત્રીએ ગામના લોકો સાથે મળીને ઉમિયાધામ મંદિર પરિસર તથા ગ્રામપંચાયતની આજુબાજુ સફાઇ કરી […]

Continue Reading

સૌરાષ્ટ્રની સૌપ્રથમ ‘વંદે ભારત ટ્રેન’નો જામનગર રેલવે સ્ટેશનથી પ્રારંભ, સાંસદ સહિતના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે સમગ્ર ભારતમાં 9 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી. આ 9 નવી ટ્રેનમાં જામનગર-અમદાવાદ, ઉદયપુર-જયપુર, પટના-હાવડા, રાંચી-હાવડા, રાઉરકેલા-ભુવનેશ્વર-પુરી, હૈદરાબાદ-બેંગ્લોર, વિજયવાડા-ચેન્નઈ, તિરુનેલવેલી-મદુરાઈ-ચેન્નઈ અને કાસરગોડ-તિરુવનંતપુરમ જેટલા રૂટનો સમાવેશ કરવામાં આવ્યો છે. જામનગર રેલવે સ્ટેશન પરથી સાંસદ પૂનમબેન માડમ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ‘વંદે ભારત ટ્રેન’ને […]

Continue Reading

કાંટાળી વાડમાંથી મળેલું ફુલ હવે અમેરિકાની ગલીઓમાં મહેકશે,વર્ષીય બાળકીને અમેરિકન દંપતીએ દત્તક લીધી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : આજે ઘણા બાળકોને પરિવારની જરૂરિયાત છે દત્તકવિધાનથી આવા બાળકને સુવર્ણ ભવિષ્ય અને દંપત્તિને સંતાન સુખ મળે છે-સ્ટીવન વોઈટ અંદાજે અઢી વર્ષ પહેલા કોઈ અવાવરૂ સ્થળે કાંટાની વાડમાંથી જામનગર જિલ્લા પોલીસને એક નવજાત બાળકી મળી આવેલ. જામનગર પોલીસે રાત-દિવસ એક કરી આ બાળકીના માતા પિતાની શોધ આદરી અને બાળકીના માતા-પિતા […]

Continue Reading

નવી અને રિન્યુએબલ એનર્જી તથા વીજ વિભાગના મંત્રીનો રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તર, ગુજરાતની કુલ સોલાર કેપેસિટી 10,133 મેગાવોટે પહોંચી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ન્યુ દિલ્હી : ગુજરાતની કુલ સોલાર ઊર્જાની સ્થાપિત ક્ષમતા 30મી જૂન, 2023ના રોજ 10,133.66 મેગાવોટે પહોંચી છે. ગુજરાતનું સોલાર વીજ ઉત્પાદન 2022-23માં 10,335.32 MU હતું. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા એક પ્રશ્નના જવાબમાં નવી અને રિન્યુએબલ એનર્જી તથા વીજ મંત્રી આર કે સિંહે 08 ઓગસ્ટ, 2023ના રોજ આ માહિતી રજૂ કરી […]

Continue Reading

266 માછીમારો અને 42 નાગરિકો પાકિસ્તાની જેલોમાં કેદ : વિદેશમંત્રીનો રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીને જવાબ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ન્યુ દિલ્હી : પાકિસ્તાનની જેલમાં જુલાઈ 01, 2023ના રોજ ભારતીય અથવા તો ભારતીય હોવાનું મનાતા 266 માછીમારો તથા 42 નાગરિકો કેદ છે. જ્યારે પાકિસ્તાની અથવા તો પાકિસ્તાની હોવાનું મનાતા 343 નાગરિકી કેદીઓ અને 74 માછીમારો ભારતની કસ્ટડીમાં છે. 2014ની સાલથી પાકિસ્તાનમાંથી 2559 ભારતીય માછીમારોને વતન પરત મોકલાયા છે જેમાં 398 ભારતીય […]

Continue Reading

જામનગરના મીરાજ નાકરાણીએ વિદેશની ધરતી પર તાકાત બતાવી, કુસ્તીબાજીમાં એક સાથે ત્રણ મેડલ મેળવીને ભારતનું ગૌરવ વધાર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ન્યુઝીલેન્ડ : મુળ જામનગરના વતની 24 વર્ષીય મિરાજ હિતેશ નકારાણીએ કુસ્તીમાં પ્રથમ વખત મેદાનમાં હાથ અજમાવ્યો અને સાથે ત્રણ મેડલ મેળવીને વિદેશની જમીન પર ગુજરાત અને દેશને ગૌરવ અપાવ્યુ છે. પ્રથમ વખત જ કુસ્તી લડતા મુળ જામનગરના મિરાજ નાકરાણીએ એકસાથે ત્રણ-ત્રણ મેડલ જીત્યા છે. ટેક ડાઉન ડિસિપ્લિનમાં બ્રોન્ઝ મેડલ, ફ્રી સ્ટાઈલમાં […]

Continue Reading

જામનગરને મળ્યું રાષ્ટ્રીય ગૌરવ, કેન્દ્ર સરકારે જામનગર જિલ્લાને ‘ભૂમિ સન્માન’ એવોર્ડથી સન્માનિત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જામનગર જિલ્લાની ગૌરવ સિદ્ધિમાં વધુ એક સીમાચિહ્ન ઉમેરાયું છે. કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા મહેસૂલ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી અંતર્ગત ભૂમિ સન્માન એવોર્ડ માટે જામનગર જિલ્લાની પસંદગી કરવામાં આવી છે. આજ રોજ વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત […]

Continue Reading

ITRA જામનગરમાં WHO સમિતિની બેઠક મળી, પરંપરાગત દવાઓ પરની બે દિવસીય સૌપ્રથમ વૈશ્વિક સમિટ ગુજરાતના આંગણે યોજાશે

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : WHO દ્વારા વિશ્વમાં સૌ પ્રથમ વાર “ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટ” 17 અને 18 ઓગસ્ટ 2023ના રોજ મહાત્મા મંદિર ગાંધીનગર, ગુજરાત, ભારતમાં યોજાશે. G20 દેશોના આરોગ્ય મંત્રીસ્તરની બેઠકની સાથે સાથે વિશ્વની પ્રાચિનતમ પરંપરાગત પદ્ધતિ એટલે આયુર્વેદ અને એ ઉપરાંત બીજી 140થી વધુ પ્રકારની ટ્રેડિશનલ મેડિસિનની પદ્ધતિઓ પર રાજકીય પ્રતિબદ્ધતા અને […]

Continue Reading

જામનગરમાં મોડી રાત્રે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહનું આગમન, એરફોર્સ ખાતે સ્વાગત કરાયું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ભારત સરકારના કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારીતા પ્રધાન અમિત શાહનું જામનગરમાં મોડી રાત્રે આગમન થયું હતું. એરપોર્ટ સ્ટેશન ખાતે આગમન થતા જ જામનગરના મેયર બીનાબેન કોઠારી, સાંસદ પૂનમબેન માડમ, રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ, જામનગરના એસપી પ્રેમસુખ ડેલું, અધિક કલેકટર બી.એન.ખેર, એર કોમાંન્ડર આનંદ સોઢી દ્વારા જામનગર આવી પહોંચેલા કેન્દ્રીય […]

Continue Reading

મક્લા બંદરે સલાયાના વહાણમાં ભીષણ આગ લાગતાં મોટી નુકસાની…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ડેસ્ક : મકલા બંદરે કાર્ગો વહાણમાં ભીષણ આગ લાગવાના સમાચાર મળી રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયાના રહીશનું સુલતાન ઓલિયા નામના વ્હાણમાં રાત્રે 3 વાગ્યા આસપાસ ભીષણ આગ લાગી હતી. જેને લઇને દરિયા કિનારે લાંદરાયેલા સળગી રહેલા વ્હાણ ઉપર પણ આકાશમાં આગના કારણે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતાં. દેવભૂમિ દ્વારકા […]

Continue Reading