જામનગર જિલ્લા હોમગાર્ડઝ દળ દ્વારા બઢતી માટે એન.ઓ.સી. રેંક ટેસ્ટ યોજાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લા હોમગાર્ડઝ દળ દ્વારા હોમગાર્ડઝ જવાનોના પ્રમોશન માટે એન.ઓ.સી. રેંક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. હોમગાર્ડઝ જવાનોને રાજ્યકક્ષાના બેઝીક, એડવાન્સ અને લીડરશીપના 12થી 15 દિવસના કેમ્પમાં તાલીમ મેળવવા માટે મોકલવામાં આવતા હોય છે. જે જવાનો દ્વારા ઉક્ત કેમ્પમાં તાલીમ સત્ર પૂર્ણ કરવામાં આવ્યું હોય, તો તેમને રેંક પ્ર્મોશન […]

Continue Reading

કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે કુનડ ગામે હનુમાનજી મંદિરના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે જોડીયા તાલુકાના કુનડ ગામમાં આવેલા સુપ્રસિદ્ધ કુંડલિયા હનુમાનજી મંદિરના પ્રાંગણમાં પીપળો અને વડના રોપાનું વૃક્ષારોપણ કર્યું હતું. ત્યારબાદ મંત્રીએ ગ્રામસભા યોજીને જનતાને માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમ દરમિયાન, જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, જોડીયા તાલુકા પંચાયતના […]

Continue Reading

કેબિનેટ મંત્રી રાધવજી પટેલે ઊંડ નદીના નવા નીરના વધામણા કર્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જોડીયા તાલુકાના કુનડ ગામમાં આવેલી ઊંડ નદીમાં નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. કૃષિમંત્રી અને અન્ય અગ્રણીઓ દ્વારા ઊંડ નદીમાં ફળ અને ગુલાબના પુષ્પો પધરાવીને નવા જળનું પૂજન કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લામાં ઊંડ […]

Continue Reading

જામનગરનો સસોઈ ડેમ છલકાયો, જુઓ આહલાદક નજારો…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લામાં ભારે વરસાદના પરીણામે અનેક ચેકડેમો અને નદીનાળાઓ છલકાયા છે. ત્યારે ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદના પરિણામે નગરજનોની જીવાદોરી સમાન સસોઈ ડેમ ફરી એક વખત ઓવરફ્લો થતાં નગરજનોમાં આનંદની લાગણી છવાઈ છે. સાથે જ ડેમઓવરફ્લોના નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે.

Continue Reading

કેબિનેટ મંત્રી મુળુ બેરાની લાલપુર પંથકમાં ડિઝાસ્ટર સમીક્ષા બેઠક

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ અને આબોહવા પરિવર્તન વિભાગના મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને લાલપુર પ્રાંત કચેરીના મિટિંગ હોલમાં ‘ડિઝાસ્ટર સમીક્ષા બેઠક’ યોજાઈ હતી. જામનગર જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે થયેલ નુકસાનનો અભ્યાસ અને વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ અને પગલાંની મંત્રી દ્વારા સમીક્ષા […]

Continue Reading

કેબિનેટ મંત્રી મુળુ બેરાએ લાલપુર રોપા ઉછેર કેન્દ્રની મુલાકાત લીઇ, નુકસાનીનો તાગ મેળવ્યો નુકસાની નો તાગ મેળવ્યો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ અને આબોહવા પરિવર્તન વિભાગના મંત્રી મુળુભાઈ બેરાએ લાલપુર ખાતે આવેલા રોપા ઉછેર કેન્દ્રની મુલાકાત લીધી હતી. લાલપુર સામાજિક વનીકરણ રેન્જમાં સમાવિષ્ટ લાલપુર રોપા ઉછેર કેન્દ્રમાં આસોપાલવ, તુલસી, એલોવેરા, લીમડો જેવા વિવિધ પ્રકારના છોડ અને વૃક્ષોના રોપાનો ઉછેર અને માવજત કરવામાં આવે છે. […]

Continue Reading

લાલપુર તાલુકાના પુર અસરગ્રસ્ત વિસ્તારોમાં કેબિનેટ મંત્રી મુળુ બેરાએ મુલાકાત લઈને અસરગ્રસ્તોને સાંત્વના પાઠવી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ અને આબોહવા પરિવર્તન વિભાગના મંત્રી મુળુભાઈ બેરાએ લાલપુર તાલુકાના પૂરથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારોની મુલાકાત લીધી હતી. જામનગર જિલ્લામાં છેલ્લા 3 દિવસથી પડી રહેલા ભારે વરસાદને પગલે જામજોધપુર, કાલાવડ અને લાલપુર તાલુકામાં નુકસાની થવા પામી છે. લાલપુરમાં ઢાંઢર નદીના કાંઠાના વિસ્તારોમાં પૂરની […]

Continue Reading

જામનગર 181 અભયમની ટીમે પરિવારથી વિખૂટી પડેલી મહિલાનું પુનઃમિલન કરાવ્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : 181 અભયમ મહિલા હેલ્પલાઈન મહિલાઓ માટે ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. તેનું વધુ એક ઉદાહરણ જામનગરમાં પરિવારથી વિખૂટી પડી ગયેલ પીડિતાનું પરિવાર સાથે પુનઃમિલન 181 અભયમની ટીમ દ્વારા કરાવવામાં આવ્યું છે. જામનગરના એક જાગૃત નાગરિકે 181 મહિલા હેલ્પલાઈનમાં ફોન કરીને જણાવ્યું હતું કે એક મહિલા 3થી 4 […]

Continue Reading

સસોઈ ડેમ ઓવરફ્લો, આહ્લાદક દ્રશ્યો સામે આવ્યા…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લામાં ગઈકાલે બપોર બાદ અનરાધાર વરસાદ વરસ્યો છે અને જામજોધપુર, લાલપુર પંથકમાં પણ વરસાદની તોફાની બેટિંગથી અનેક નદી નાળા છલક્યા છે. ત્યારે ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને જામનગરના જેવા દોરી સમાન ગણાતા સસોઈ ડેમમાં પણ વરસાદી નિર આવતા ડેમ ઓવરફ્લો થયો છે. જામનગરની મહાનગરપાલિકા દ્વારા પીવા માટે આપવામાં આવતા […]

Continue Reading

વિહોતર વિકાસ મંચ જામનગર જિલ્લાના પ્રમુખ તરીકે નિમણૂક

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રબારી સમાજના ગુજરાત પ્રદેશના શિક્ષણ સંગઠન વિહોતર વિકાસ મંચ દ્વારા જામનગર ના યુવા અગ્રણી અને સમાજ માટે દરેક ક્ષેત્રમાં કાર્યરત રહેતા સચિનભાઈ રબારીની જામનગર જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. સચિનભાઈ સમસ્ત રબારી સમાજ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે પણ સેવા આપી રહ્યા છે અને છેલ્લા ઘણા વર્ષોથી […]

Continue Reading