આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષની ઉજવણીના ભાગરૂપે ધ્રોલમાં વાનગીઓની હરીફાઈનું આયોજન કરાયું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : વર્ષ-૨૦૨૩ આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે ઉજવાઇ રહ્યું છે. જેનો મુખ્ય હેતુ આહાર બદલો, જીવન બદલો, મિલેટ આપનાવી જીવન સ્વસ્થ બનાવો છે. જેને ધ્યાનમાં રાખીને જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં ઘટક કક્ષાએ મિલેટમાંથી બનતી વિવિધ વાનગી હરીફાઈનું આયોજન તા.૧૪ જુલાઈના રોજ પ્રાંત અધિકારી પ્રણવ વિજયવર્ગીય (I.A.S)ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. […]

Continue Reading

જોડિયાનાં બાલંભા અને પીઠડ ગામે જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના નવીન ભવનોનું ખાતમુહૂર્ત કરતાં કૃષિમંત્રી રાઘવજી પટેલ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોધોગ, ગ્રામવિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઇ પટેલના વરદ હસ્તે જોડિયા તાલુકાનાં બાલંભા અને પીઠડ ગામે જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના નવીન ભવનોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગ્રામીણ સ્તરે પણ નાગરિકોને સરળતાથી બેન્કિંગ સુવિધા ઉપલબ્ધ થાય તે માટે ઉપરોક્ત ગામોએ બેંક દ્વારા જમીનની ખરીદી […]

Continue Reading

જામનગરના સાધના કોલોની વિસ્તારમાં ઇમારત ધરાશાયી થયા બાદ 23.50લાખની સરકારી સહાય, સાંસદ ધારાસભ્યો સહિતના અગ્રણીઓ પરિવારજનોને મળી સાંત્વના પાઠવી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  જામનગરની સાધના કોલોની ઇમારત દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનો તથા ઇજાગ્રસ્તોને 14.50 લાખની સહાય આપવામાં આવી છે . મુખ્યમંત્રીના રાહતફંડ માંથી દુર્ઘટનામાં મૃત્યુ પામેલ ત્રણ વ્યક્તિઓના પરિવારજનોને મૃતક દીઠ 4 લાખ તેમજ પાંચ ઇજાગ્રસ્તોને વ્યક્તિદીઠ DBTના માધ્યમથી 50 હજારનું ચુકવણું કરવામાં આવ્યું છે. સાંસદ પૂનમબેન માડમે મૃતકોના પરિજનોના ઘરે જઈ સાંત્વના […]

Continue Reading

જામનગરમાં વિશ્વ પરિષદ દ્વારા અધિક અને શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક સ્થળો આસપાસ માસ મટન, કતલખાના બંધ કરાવવા રજૂઆત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : વિશ્વ હિન્દુ પરિષદ જામનગર મહાનગર દ્વારા શરૂ થઈ રહેલા પવિત્ર પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસ અને શ્રાવણ માસ દરમિયાન હિન્દુ ધર્મસ્થાળો અને તેની આસપાસના વિસ્તારોમાં માસ મટનની રેકડી, દુકાનો બંધ કરાવી આ ઉપરાંત કતલખાનાઓ ઉપર પણ આ સમય દરમિયાન પ્રતિબંધ મૂકવાનું જાહેરનામું અમલી બનાવવાની માગણી કરાઈ છે. જામનગર […]

Continue Reading

સર્કિટ હાઉસમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે લોક સંપર્ક કરી, લોકોના પ્રશ્નો સાંભળ્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ દ્વારા જામનગર સર્કિટ હાઉસ ખાતે લોક સંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મંત્રી રાઘવજી પટેલે લોક દરબારમાં ઉપસ્થિત રહેલ નાગરિકોના ખાનગી તથા સામાજીક બાબતોને લગતા પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી હતી તેમજ નાગરિકો દ્વારા […]

Continue Reading

નેશનલ સેમ્પલ સર્વે કચેરી દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરી સ્વચ્છતા પખવાડાની ઉજવણી કરાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય સ્વચ્છ ભારત અભિયાન હેઠળ તા. 01 જુલાઈ, 2023 થી 15 જુલાઈ, 2023 દરમિયાન સ્વચ્છતા પખવાડા, 2023ની ઉજવણી કરી રહ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદેશ્ય જન ભાગીદારીને પ્રોત્સાહિત કરવા તથા સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાનો છે. ગુજરાતના પશ્ચિમ ક્ષેત્રમાં સ્થિત નેશનલ સેમ્પલ સર્વે ઑફિસ (NSSO), આંકડા […]

Continue Reading

બાજરા સંશોધન કેન્દ્રને વર્ષ 2022-23 માટે બેસ્ટ પર્ફોમિંગ સેન્ટરનો એવોર્ડ એનાયત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર,જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી,જામનગરને વર્ષ ૨૦૨૨-૨૩ માટે બેસ્ટ પર્ફોમિંગ સેન્ટરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ગત તા.૧૦-૧૧ જુલાઈ ૨૦૨૩ દરમ્યાન હૈદરાબાદ ખાતે અખિલ ભારતીય બાજરા,જુવાર અને અન્ય મિલેટસ પાકોની વાર્ષિક મિટીંગ યોજાઇ હતી. આ મીટીંગમાં બાજરા સંશોધન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જામનગર કેન્દ્ર દ્વારા બાજરાની ખરીફ ઋતુમાં વાવેતર […]

Continue Reading

પશુ સારવાર માટે રિલાયન્સ ઈંડસ્ટ્રીઝ દ્વારા આધુનિક સુવિધાઓ સાથે સેવા યજ્ઞ, દોઢ લાખથી વધુ પશુઓની સારવાર

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીના માર્ગદર્શનમાં પ્રથમ તબક્કામાં જામનગર સ્થિત રિલાયન્સ રિફાઇનરી નજીકના ગામો અને ત્યારબાદ ઉત્સાહી નિષ્ઠાવાન પશુ પાલકોને મદદરુપ થવા અન્ય દૂરનાં ગામોમાં પણ રિલાયન્સ વેટરનરી હોસ્પિટલના માધ્યમથી પશુ આરોગ્ય અને પશુ જાળવણી આનુષાંગિક તમામ બાબતોને આવરી લેતી સર્વગ્રાહી પ્રવૃત્તિ ચાલી […]

Continue Reading

જામનગરમાં ભવન્સ એચ.જે. દોશી ઈન્સ્ટિટયુટ ખાતે ‘પાસપોર્ટ માર્ગદર્શન અને રોજગાર રજીસ્ટ્રેશન સેમિનાર’ યોજાયો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મદદનીશ નિયામક રોજગારની કચેરી, વિદેશ રોજગાર સેલ રાજકોટ અને ભવન્સ એચ.જે. દોશી ઈન્ફો ટેક ઇન્સ્ટિટયુટ કોલેજ દ્વારા ‘પાસપોર્ટ માર્ગદર્શન અને રોજગાર સેમિનાર’ નું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં ડાયરેક્ટર ડો. હંસાબેન બી. શેઠ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જીલ્લા રોજગાર કચેરીના એમ્પેક્ષ બી કેરિયર કાઉન્સેલર અંકીતભાઈ […]

Continue Reading

જવાહર નવોદય વિદ્યાલય અલિયાબાડામાં ત્રિદિવસીય ક્ષેત્ર સ્તરીય બાસ્કેટબોલ ટૂર્નામેન્ટનો પ્રારંભ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : નવોદય વિદ્યાલય સમિતિ, શિક્ષા મંત્રાલય, ભારત સરકાર દ્વારા સંચાલિત અને પુણે ક્ષેત્રીય કાર્યાલય દ્વારા નિર્દેશિત ક્ષેત્ર સ્તરીય બાસ્કેટબોલ ટૂર્નામેન્ટનો જામનગરના અલિયાબાડા જવાહર નવોદય વિદ્યાલય ખાતે તા.11 જુલાઈના રોજ પ્રારંભ કરવામાં આવ્યો. ટૂર્નામેન્ટના ઉદ્ઘાટન સમારોહમાં સાંસદપૂનમબેન માડમે વિશેષ ઉપસ્થિત રહીને બાળકોને શુભકામનાઓ પાઠવી હતી. આ ત્રણ દિવસીય ખેલ મહોત્સવમાં ગુજરાત, […]

Continue Reading