જામનગરમાં એકી સાથે 5 અર્થીઓ નિકળી, સમગ્ર દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં શોક સાથે બંધ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા કચ્છી ભાનુશાળી પરિવારના પાંચ લોકો એકી સાથે ગઈકાલે શનિવારે સપડા ડેમમાં નાહવા પડ્યા હતા ત્યારે ડૂબી જતા પાંચ લોકોના એકી સાથે મોત થયા હતા. 58 દિગ્વિજય પ્લોટ અને 64 દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા એક જ પરિવારના ત્રણ સહિત પાંચ લોકોના મોત થતાં કચ્છી ભાનુશાળી […]

Continue Reading

સપડા ડેમમાં ડૂબેલા 5 હતભાગીઓને મોરારીબાપુ દ્વારા સંવેદના સાથે સહાય અપાશે

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર તાલુકા સપડા ગામ પાસે આવેલ ડેમમાં પાંચ વ્યક્તિઓ ગઈકાલે નાહવા પડતા મૃત્યુ પામ્યા હતા . આજે રામાયણ કથાકાર મોરારીબાપુ દ્વારા મૃતકોના પરિવારજનોને 15 – 15 હજારની સહાય પ્રસાદીરૂપે જાહેર કરવામાં આવી છે. જામનગર તાલુકાના સપડા ગામે પાંચ વ્યક્તિઓના કરુણ મૃત્યુ થયા છે તેને ચિત્રકૂટ ધામ તલગાજરડા હનુમાનજી મહારાજની […]

Continue Reading

કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલીકરણના ત્રીજી વર્ષગાંઠ જામનગરમાં ઉજવાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : શિક્ષણ મંત્રાલય અને કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 (NEP 2020) ની ત્રીજી વર્ષગાંઠની ઉજવણી માટે 29 અને 30 જુલાઈના રોજ બે દિવસીય કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે. આ કાર્યક્રમની શરૂઆત 29 જુલાઈ 2023 ના રોજ ITPO, પ્રગતિ મેદાન, નવી દિલ્હી ખાતે નિર્ધારિત છે. જ્યાં વડાપ્રધાન […]

Continue Reading

રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિરસર ઇન્ટરનેશનલ એરપોર્ટનું કર્યું લોકાર્પણ, સૌરાષ્ટ્રને આપી અનેક ભેટો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, રાજકોટ : ભારતના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા છે સૌપ્રથમ તેઓ રાજકોટ ખાતે આવેલ રાજ્યનું સૌપ્રથમ ગ્રીન ફિલ્ડ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચી સૌરાષ્ટ્રથી દેશ-વિદેશને જોડતી ફ્લાયટો શરૂ થનાર છે. તે હિરાસર એરપોર્ટનું લોકાર્પણ કર્યું છે. ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન થતા જ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ […]

Continue Reading

જામનગર એસ.ટી. વિભાગ દ્વારા ‘એપ્રેન્ટિસ ભરતી સત્ર’ નું આયોજન કરાશે

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, જામનગર વિભાગની એપ્રેન્ટિસની મંજૂરી માટે જામનગર વિભાગ હેઠળની વિભાગીય કચેરી, વિભાગીય યંત્રાલય, વિભાગીય સ્ટોર્સ- જામનગર અને જામનગર/ જામજોધપુર/ ખંભાળિયા/ દ્વારકા/ધ્રોલ ડેપો ખાતે એપ્રેન્ટિસ એક્ટ-1961 અન્વયે એપ્રેન્ટિસ ભરતી સત્ર માટે એપ્રેન્ટિસ ફીટર, ટર્નર, ઈલેક્ટ્રીશિયન, વેલ્ડર, મોટર મિકેનિક, ડીઝલ મિકેનિક, અન. કોપા ટ્રેડ હેઠળના આઈ.ટી.આઈ. […]

Continue Reading

જામનગર જિલ્લાને ટીબી મુક્ત કરવા જિલ્લા પંચાયતમાં ટીબી મુક્ત પંચાયત વર્કશોપ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા તથા જિલ્લા વિકાસ અધિકારીવિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને સભાખંડમાં ટીબી મુક્ત પંચાયત વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ક્ષય અધિકારી ડો.પ્રેમકુમાર કન્નર દ્વારા ટીબી મુક્ત પંચાયતની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. જિલ્લાને ટીબી મુક્ત કરવાના હેતુસર યોજાયેલ આ વર્કશોપમાં […]

Continue Reading

266 માછીમારો અને 42 નાગરિકો પાકિસ્તાની જેલોમાં કેદ : વિદેશમંત્રીનો રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીને જવાબ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ન્યુ દિલ્હી : પાકિસ્તાનની જેલમાં જુલાઈ 01, 2023ના રોજ ભારતીય અથવા તો ભારતીય હોવાનું મનાતા 266 માછીમારો તથા 42 નાગરિકો કેદ છે. જ્યારે પાકિસ્તાની અથવા તો પાકિસ્તાની હોવાનું મનાતા 343 નાગરિકી કેદીઓ અને 74 માછીમારો ભારતની કસ્ટડીમાં છે. 2014ની સાલથી પાકિસ્તાનમાંથી 2559 ભારતીય માછીમારોને વતન પરત મોકલાયા છે જેમાં 398 ભારતીય […]

Continue Reading

જામનગરમાં ટાસ્ક ફોર ઇમ્યુનાઈઝેશન કમિટીની મીટીંગ મેયરની ઉપસ્થિતિમાં મળી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકા ખાતે મિશન ઇન્દ્રધનુષ તથા સાર્વત્રિક રસીકરણ સંદર્ભે ટાસ્ક ફોર ઇમ્યુનાઈઝેશન કમિટીની મીટીંગ કોન્ફરન્સ હોલ ખાતે જામનગરના મેયર બીનાબેન કોઠારીની ઉપસ્થિતિમાં મળી હતી. જામનગર મહાનગરપાલિકા ખાતે યોજાયેલ આ મીટીંગ નો મુખ્ય ઉદ્દેશ્ય 0 થી 23 મહિના સુધીના બાળકો તથા પાંચ વર્ષ થી ઓછી ઉંમરના બાળકો તથા સગર્ભા સ્ત્રીઓ […]

Continue Reading

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણ કરશે

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્યના નાગરિકો, પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ શુક્રવાર તા. ૨૮ જુલાઈએ બપોરે યોજાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ૨૦૦૩થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે. આ ઉપક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની […]

Continue Reading

જામનગર જિલ્લાના 8,799થી વધુ ખેડૂતોએ બાયગેસના માધ્યમથી પ્રાકૃતિક ખેતી અંગે રાજ્યપાલ પાસેથી માર્ગદર્શન મેળવ્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યભરમાંથી ખેડૂતો, શિક્ષકો આ પરિસંવાદમાં વંદે ગુજરાત ચેનલ તથા સોસીયલ મીડિયાના માધ્યમથી જોડાયા હતા. આ પ્રસંગે ખેડૂતોને માર્ગદર્શન આપતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. દેશની પ્રથમ પ્રાકૃતિક […]

Continue Reading