કાલાવડ તાલુકાની ગ્રામ પંચાયતોમાં અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોની ઉજવણી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લામાં આજથી મારી માટી મારો દેશ, માટીને નમન વિરોને વંદન અભિયાન અંતર્ગત તમામ તાલુકાની ગ્રામ પંચાયતોમાં શીલાફલકમ, વીર વંદના, પંચપ્રાણ પ્રતિષ્ઠા, વસુધા વંદન અને ધ્વજ વંદનના કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી. કાલાવડ તાલુકાની મકાજી મેઘપર, મોટી ભગેડી, મોટી માટલી, નાગાજર સહિત ૨૭ ગ્રામપંચાયતોમાં મુખ્ય પાંચ કાર્યક્રમોનું આયોજન કરવામાં […]

Continue Reading

રિલાયન્સે ઝાંખર ગામના મુક્તિધામને જીર્ણોદ્ધાર કરી જનસેવામાં સમર્પિત કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં આવેલા ઝાંખર ગામના મુક્તિધામ સંકુલનું રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શન હેઠળ નવનિર્માણ કરીને ગ્રામજનોને સુપરત કરાયું છે. ઝાંખર ખાતેનું આ મુક્તિધામ (સ્મશાન) સંકુલ અગાઉ અત્યંત જર્જરિત હાલતમાં હતું. આ અંગે ગ્રામજનોની રજૂઆતને ધ્યાનમાં લઈને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે રુ. 72 લાખના ખર્ચે આ સંકુલનું નવનિર્માણ […]

Continue Reading

મહિલાઓને પોતાના સ્વાસ્થ્ય વિષે જાગૃત કરવા માટે પ્રેરણા આપવામાં આવી, સાઇકલ રેલીનું યોજાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, જામનગર દ્વારા “નારી વંદન ઉત્સવ” ની ઉજવણી તા.૧ થી તા.૭ ઓગસ્ટ દરમિયાન કરવામાં આવી હતી. જેમાં તા.૭ ઓગસ્ટના રોજ “મહિલા અને બાળ આરોગ્ય” દિનની ઉજવણીનું આયોજન જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે આવેલ ફાયર વિભાગના સભાગૃહમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત “ મહિલા […]

Continue Reading

PMJAY – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના બાલંભાના કેન્સરના દર્દી માટે બની વરદાન, હોઠના કેન્સરનું ઓપરેશન તથા સારવાર વિનામૂલ્યે થયું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : યુનિવર્સલ હેલ્થ કવરેજનો ઉદ્દેશ પૂરો પાડવાના પ્રયાસના ઉદ્દેશ સાથે ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના થકી જરૂરિયાતમંદ લોકો નાણાકીય મુશ્કેલીનો સામનો કર્યા વગર તેમની જરૂરિયાતવાળી આરોગ્ય સેવાઓનો લાભ લઈ શકે છે. જેનો જામનગરના પણ અનેક પરિવારોને લાભ મળ્યો છે. જોડિયા તાલુકાના બાલંભા […]

Continue Reading

નવી અને રિન્યુએબલ એનર્જી તથા વીજ વિભાગના મંત્રીનો રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તર, ગુજરાતની કુલ સોલાર કેપેસિટી 10,133 મેગાવોટે પહોંચી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ન્યુ દિલ્હી : ગુજરાતની કુલ સોલાર ઊર્જાની સ્થાપિત ક્ષમતા 30મી જૂન, 2023ના રોજ 10,133.66 મેગાવોટે પહોંચી છે. ગુજરાતનું સોલાર વીજ ઉત્પાદન 2022-23માં 10,335.32 MU હતું. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા એક પ્રશ્નના જવાબમાં નવી અને રિન્યુએબલ એનર્જી તથા વીજ મંત્રી આર કે સિંહે 08 ઓગસ્ટ, 2023ના રોજ આ માહિતી રજૂ કરી […]

Continue Reading

નાગરીકોના પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવા જામનગરના વિવિધ વિભાગો સાથે બેઠક યોજતા કૃષિમંત્રી રાઘવજી પટેલ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે નાગરીકોના પ્રશ્નોનુ ત્વરિત નિવારણ આવે તે માટે જિલ્લા કલેક્ટર બી.એ.શાહ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી ચર્ચા વિચારણા કરી હતી.જે બેઠકમાં મહેસુલ વિભાગ, ડી.આઇ.એલ.આર., માર્ગ અને મકાન, સિંચાઇ, મત્સ્યોદ્યોગ, […]

Continue Reading

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાલા હનુમાન મંદિરે અખંડ રામધૂનના 60માં વર્ષે પ્રવેશતા પ્રેમભિક્ષુજી મહારાજને પુષ્પાંજલિ અર્પણ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક , જામનગર : છોટી કાશી ગણાતા જામનગરમાં જ્યાં શ્રી રામ જય રામ જય જય રામ ની અખંડ રામધૂન ચાલે છે. તેવા વિશ્વવિખ્યાત ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલા શ્રી બાલા હનુમાનજી સંકીર્તન મંદિર ખાતે 1,ઓગસ્ટ,2023ના 60 માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે જામનગર ના સાનિધ્યમાં આવી રામનામની આહલક જગાવનાર શ્રી પ્રેમભિક્ષુજી મહારાજની […]

Continue Reading

સરકારી કચેરીઓમાં કાર્યરત તેમજ સમાજમાં વિશિષ્ટ સેવા આપનાર મહિલાઓનું સમ્માન કરાયું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, દ્વારા તા.૧ થી ૭ ઓગસ્ટ દરમિયાન “નારી વંદન ઉત્સવ” ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે સપ્તાહ દરમિયાન અલગ અલગ દિવસે વિવિધ થીમ પર કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. તા.૫ ઓગસ્ટના રોજ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા કર્મયોગી દિવસની […]

Continue Reading

જામનગરમાં ‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત ‘મહિલા કર્મયોગી દિવસ’ની ઉજવણી કરવામાં આવી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : મહિલા અને બાળ વિકાસ વિભાગ, જામનગર દ્વારા “નારી વંદન ઉત્સવ” ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં દરરોજ અલગ-અલગ થીમ પર ઉજવણી કરવામાં આવે છે. ગત તા. ૦૫ ઓગસ્ટના રોજ ‘મહિલા કર્મયોગી દિવસ’ ની ઉજવણી જામનગર જિલ્લાના વસઈ ગામ ખાતે કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ‘મહિલા કર્મયોગી દિવસ’ ની થીમ […]

Continue Reading

જામનગર યુથ હોસ્ટેલનો ખળખંભાળિયા વીડી વિસ્તારમાં ટ્રેકિંગ કેમ્પ યોજાયો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર વન વિભાગ દ્વારા મોન્સુન ટ્રેકિંગ મહોત્સવ અંતર્ગત યુથ હોસ્ટેલ જામનગર યુનિટનો ખળખંભાળિયા વીડી વિસ્તારમાં આવેલા દૂધેશ્વર મહાદેવ મંદિરનો ટ્રેકિંગ કેમ્પ યોજાયો હતો. જેમાં યુથ હોસ્ટેલના 60 જેટલાં સભ્યોએ સહભાગી થઈ વર્ષાઋતુમાં સોળે કળાએ ખીલેલી પ્રકૃતિના દર્શન કરવાની સાથે વન અને પર્યાવરણ તથા વન વિભાગને લગતી અનેક રસપ્રદ વિગતો […]

Continue Reading