જામનગરમાં રોડ ઉપર રમતા યુવક-યુવતીઓનો વિડીયો વાયરલ થતા જ પોલીસે કાર્યવાહી કરી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર ના બેડીબંદર રોડ ઉપર જાહેરમાં રસ્તા ઉપર ગરબે રમનાર નવ લોકોના વિડીયો વાયરલ થતા જામનગર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. હાલના આધુનિક યુગમાં સોશિયલ મીડિયાના માધ્યમથી રિલ્સ બનાવી રાતોરાત ચમકી જનાર કેટલાય લોકો હવે ઘેલછા ભરીયા વિડીયો બનાવવા અવનવા કરતબો કરતા હોય છે. પરંતુ ક્યારેક આવા કરતબો […]

Continue Reading

એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજમાં ‘મેન્ટરશિપ હેન્ડસ હોલ્ડિંગ પ્રોગ્રામ’

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં આવેલી એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજ સમગ્ર સૌરાષ્ટ્ર પ્રદેશમાં પ્રથમ નંબરની અને રાજ્યમાં દ્વિતીય નંબરની મેડિકલ કોલેજનું સ્થાન ધરાવે છે. જ્યાં મહત્તમ અન્ડર ગ્રેજ્યુએટ એમ.બી.બી.એસ.ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ તમામ તબીબી વિદ્યાર્થીઓને અલગ-અલગ વિભાગોમાં પણ સેવા આપવાની હોવાથી તેમના પર કામનું ભારણ ખૂબ રહે છે. તેથી, વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય […]

Continue Reading

જામનગર ICDS શાખા દ્વારા જિલ્લા કક્ષાની મિલેટ્સ સ્પર્ધા સંપન્ન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ભારત સરકારનાં પ્રયત્નોથી વર્ષ-૨૦૨૩ને આંતરરાષ્ટ્રીય મીલેટસ વર્ષ તરીકે પસંદ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઇ ચનીયારાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની મિલેટ્સ સ્પર્ધાનું આયોજન દેવરાજદેપાળ હાઇસ્કૂલમાં કરવામાં આવ્યું હતું. દેશ-દુનિયામાં ફાસ્ટફૂડનું પ્રમાણ વધી રહ્યું છે અને પોષણયુક્ત ભોજનનું પ્રમાણ ઘટી રહ્યું છે, ત્યારે લોકોમાં ખાસ કરીને બાળકોમાં […]

Continue Reading

ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષમાં PMAY(U) અંતર્ગત 4,93,136 પાકા ઘર બનાવાયા, આવાસ અને શહેરી કાર્ય રાજ્યમંત્રીનો રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તર

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : પ્રધાનમંત્રી આવાસ યોજના – શહેરી (PMAY-U) ‘હાઉસિંગ ફોર ઓલ મિશન’ અંતર્ગત ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષમાં કુલ 4,93,136 પાકા ઘરો બાંધવામાં આવ્યા છે. આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય દ્વારા આ યોજના હેઠળ યોગ્યતા ધરાવતા લાભાર્થીઓને પાકા ઘરો પૂરા પાડવા માટે આ યોજના જૂન 25, 2015થી અમલમાં આવી ત્યારથી આર્થિક સહાય […]

Continue Reading

“મારી માટી, મારો દેશ” અભિયાન શરૂ થશે, ચીફ સેક્રેટરીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ વિડીયો કોન્ફરન્સમાં જામનગર જિલ્લાના અધિકારીઓ જોડાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત આગામી તા.૯ ઓગસ્ટથી મારી માટી,મારો દેશ અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે. જેમાં ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં કયા પ્રકારે આયોજન હાથ ધરી કાર્યક્રમો કરવા તે અંગે ચીફ સેક્રેટરી રાજકુમારના અધ્યક્ષ સ્થાને વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિડીયો કોન્ફરન્સમાં જામનગર જિલ્લા કલેકટર કચેરી […]

Continue Reading

નેપાળના માનસિક અસ્વસ્થ મહિલાનું ગણતરીની કલાકોમાં પરિવાર સાથે મિલન કરાવતું જામનગર સખી વન સ્ટોપ સેન્ટ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : એક માનસિક અસ્વસ્થ મહિલા જામનગરના આશાપુરાનગર વિસ્તાર પાસે બે કલાકથી બેઠા હોવા અંગેની જાણ એક જાગૃત નાગરિકે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનને કરેલ.જેથી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇને બહેનની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખીને જામનગર સખી વન સ્ટોપ સેન્ટર પર લઇ આવવામાં આવેલ અને ૧૮૧ની ટીમે જણાવેલ કે બહેન ભૂલા પડી […]

Continue Reading

લાલપુરના પુર અસરગ્રસ્ત વિસ્તારોમાં સાંસદ પૂનમ માડમે સમીક્ષા કરી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે આવેલ પુરથી અસરગ્રસ્ત લાલપુર ગામની સાંસદ પૂનમબેન માડમે મુલાકાત લીધી હતી.સાંસદએ આ તકે વિસ્તારમાં થયેલ નુકસાની અંગેની વિગતો મેળવી હતી અને અસરગ્રસ્તોને મળવા પાત્ર સહાય ત્વરિત ચુકવવા તથા આરોગ્ય વિષયક કાર્યવાહી જલ્દીથી શરૂ કરવા અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. આ મુલાકાત દરમ્યાન સાંસદ સાથે […]

Continue Reading

જામનગર જિલ્લા હોમગાર્ડઝ દળ દ્વારા બઢતી માટે એન.ઓ.સી. રેંક ટેસ્ટ યોજાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લા હોમગાર્ડઝ દળ દ્વારા હોમગાર્ડઝ જવાનોના પ્રમોશન માટે એન.ઓ.સી. રેંક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. હોમગાર્ડઝ જવાનોને રાજ્યકક્ષાના બેઝીક, એડવાન્સ અને લીડરશીપના 12થી 15 દિવસના કેમ્પમાં તાલીમ મેળવવા માટે મોકલવામાં આવતા હોય છે. જે જવાનો દ્વારા ઉક્ત કેમ્પમાં તાલીમ સત્ર પૂર્ણ કરવામાં આવ્યું હોય, તો તેમને રેંક પ્ર્મોશન […]

Continue Reading

કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે કુનડ ગામે હનુમાનજી મંદિરના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે જોડીયા તાલુકાના કુનડ ગામમાં આવેલા સુપ્રસિદ્ધ કુંડલિયા હનુમાનજી મંદિરના પ્રાંગણમાં પીપળો અને વડના રોપાનું વૃક્ષારોપણ કર્યું હતું. ત્યારબાદ મંત્રીએ ગ્રામસભા યોજીને જનતાને માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમ દરમિયાન, જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, જોડીયા તાલુકા પંચાયતના […]

Continue Reading

કેબિનેટ મંત્રી રાધવજી પટેલે ઊંડ નદીના નવા નીરના વધામણા કર્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જોડીયા તાલુકાના કુનડ ગામમાં આવેલી ઊંડ નદીમાં નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. કૃષિમંત્રી અને અન્ય અગ્રણીઓ દ્વારા ઊંડ નદીમાં ફળ અને ગુલાબના પુષ્પો પધરાવીને નવા જળનું પૂજન કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લામાં ઊંડ […]

Continue Reading