Friday, August 28, 2026

સૌરાષ્ટ્ર-કચ્છ

સાઉથ એશિયન કરાટેમાં સિલ્વર મેડલ જીતનારી જામનગરની યશસ્વી સિંહનું સન્માન

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : સાઉથ એશિયન કરાટે ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતવાની શાનદાર સિદ્ધિ મેળવવા બદલ જામનગરની પ્રતિભાશાળી ખેલાડી યશસ્વી સિંહ ચરકનું સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ ગૌરવશાળી ક્ષણમાં વધારો કરતાં જામનગરના સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ અને રિલાયન્સ ક્લસ્ટર હેડ દ્વારા પણ તેની આ સફળતાને […]

ગુજરાત

ગુજરાત સુપર લીગ સીઝન-3નો 1 સપ્ટેમ્બરથી પ્રારંભ: નવી એપ, જર્સી અને ટ્રોફીનું અનાવરણ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, અમદાવાદ : ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (જી.એસ.એફ.એ.) દ્વારા ગુજરાત સુપર લીગ (જી.એસ.એલ.)ની ત્રીજી સીઝન માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ રોમાંચક લીગનો પ્રારંભ 1 સપ્ટેમ્બર, 2026ના રોજ સાંજે 4 વાગ્યે અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા એરેના ખાતે થશે. રાજ્યમાં ફૂટબોલની રમતને વધુ મજબૂત બનાવવાના પ્રયાસોના ભાગરૂપે યોજાનારી આ સીઝન પૂર્વે જી.એસ.એફ.એ.ના ઉપપ્રમુખ […]

ગુજરાતમાં આપત્તિ વ્યવસ્થાપન માટે ‘યુવા આપદા મિત્ર સ્કીમ’ હેઠળ ૪,૫૨૬ યુવાનો તાલીમબદ્ધ કરાયા

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા કુદરતી અને માનવસર્જિત આપત્તિઓ સામે નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ‘આપદા મિત્ર’ પ્રોજેક્ટને વેગ આપવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) દ્વારા વર્ષ ૨૦૧૬માં ભરૂચ જિલ્લાથી ૨૦૦ આપદા મિત્રો સાથે શરૂ થયેલી આ યોજના હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યના ગામ અને […]

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લતીપર ગામમાં રાત્રિ વિશ્રામ બાદ ગ્રામજનો સાથે યોગાભ્યાસ કર્યો

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જામનગર જિલ્લાના લતીપર ગામની પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિ વિશ્રામ કર્યો હતો. ત્યારબાદ વહેલી સવારે તેમણે શાળાના વિદ્યાર્થીઓ, સ્થાનિક ગ્રામજનો અને યુવાનો સાથે યોગાભ્યાસ કર્યો હતો. આ યોગ સત્ર દરમિયાન રાજ્યપાલે ઉપસ્થિત લોકો સાથે વિવિધ આસનો અને પ્રાણાયામ કર્યા હતા, તેમજ યોગથી થતા શારીરિક અને […]

જાણવા જેવું

પરિમલ નથવાણીએ ગીરના એશિયાટીક સિંહના સંરક્ષણ પરની ડોક્યુમેન્ટ્રી સાથે ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી કરી

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ડેસ્ક : રાજ્ય સભાના સંસદસભ્ય પરિમલ નથવાણીએ વિશ્વ સિંહ દિવસ 2026 નિમિત્તે ‘गीर की अमूल्य धरोधर’ ડોક્યુમેન્ટ્રી પ્રસ્તુત કરી છે, જે ગીરની સંરક્ષણ યાત્રાનો ઇતિહાસ આલેખે છે. આ ડોક્યુમેન્ટ્રી અદ્દભુત એશિયાટીક સિંહના સંરક્ષણની કથા, તેમાં સ્થાનિક સમુદાયોની ભૂમિકા અને તેમના કુદરતી આવાસનું રક્ષણ કરવા માટે જોડાયેલા લોકોની અથાગ મહેનતને દર્શાવે છે. […]

બારડોલીના ત્વિષા વ્યાસની રાષ્ટ્રીય યુવા પુરસ્કાર માટે પસંદગી

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, બારડોલી : કેન્દ્ર સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળ કાર્યરત સંગીત નાટક અકાદમી દ્વારા વર્ષ ૨૦૨૫ના ‘ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાં યુવા રાષ્ટ્રીય પુરસ્કાર’ માટે ગુજરાતના બારડોલીના કલાકાર સુશ્રી ત્વિષા કિલ્લોલકુમાર વ્યાસની પસંદગી કરવામાં આવી છે. લોકનૃત્ય ‘ગરબા’ ક્ષેત્રે તેમના યોગદાન બદલ આ રાષ્ટ્રીય સન્માનની જાહેરાત થઈ છે. ઉલ્લેખનીય છે કે, યુનેસ્કો (UNESCO) દ્વારા ગુજરાતના […]

જાહેરાત

અમને અનુસરો...

error: Content is protected !!