આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના વરદ હસ્તે વીર શિરોમણી મહારાણા પ્રતાપની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  જામનગરમાં જાજરમાન ગુજરાત ગૌરવ દિનની ઉજવણીના શુભ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે વીર શિરોમણી મહારાણા પ્રતાપની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. અનાવરણ પહેલા કાર્યક્રમમાં ધારાસભ્ય રીવાબા જાડેજાએ તલવાર તેમજ સાફો અર્પણ કરી મંત્રી નું સ્વાગત કર્યું હતું. રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું […]

Continue Reading

જામનગરમાં ગુજરાત ગૌરવદિન નિમિતે અદ્યતન અને પુરાતન શસ્ત્ર સાથેના શસ્ત્ર પ્રદર્શનને ખુલ્લુ મૂકતા રાજ્યના આરોગ્ય મંત્રી સહિતના મહાનુભાવો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ વિભાગના મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ જામનગરની સત્યસાઈ સ્કૂલના ગ્રાઉન્ડમાં જિલ્લા પોલિસ તંત્ર દ્વારા આયોજિત અદ્યતન અને પુરાતન શસ્ત્રનું પ્રદર્શન ખુલ્લુ મૂક્યું હતું. મહાનુભાવોએ પ્રદર્શનમાં ૩૪ સ્ટોલની મુલાકાત લઈ વિવિધ શસ્ત્રો વિષે જાણકારી મેળવી હતી. ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત […]

Continue Reading

ગુજરાતના સ્થાપના દિન ગુજરાત ગૌરવ દિવસની જામનગરમાં ભવ્ય ઉજવણી, 553 કામોની આરોગ્ય મંત્રી અને કૃષિ મંત્રીના હસ્તે અપાઈ ભેટ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં ગુજરાતનાં ૬૩મા સ્થાપના દિવસ ‘ગુજરાત ગૌરવ દિવસ’ ની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણમંત્રી ઋષિકેશભાઈ પટેલે રૂ.૩૫૨ કરોડના ૫૫૩ વિકાસકાર્યોના ઇ-લોકાર્પણ, ઇ-ખાતમુહૂર્ત અને ઇ-ભૂમિપૂજન પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રીય નેતૃત્વ અને દિશાદર્શનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ગુજરાતે દેશને વિકાસની નવી દિશા આપી છે. મંત્રી […]

Continue Reading

મુખ્યમંત્રીના પુત્ર અનુજને મુંબઈ ખસેડાયા, જામનગર સહિત CM ભૂપેન્દ્ર પટેલના તમામ કાર્યક્રમો રદ કરાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના રાજ્ય કક્ષાના ગુજરાત ગૌરવ દિવસ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો કાર્યક્રમ કરાયો રદ થયો છે. ગઈકાલે રાત્રે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના પુત્ર અનુજને બ્રેઈન સ્ટ્રોક આવતા અમદાવાદમાં સારવાર અપાયા બાદ આજે મુંબઈ લઈ જવામાં આવી રહ્યા છે. જેને લઇને આજના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. […]

Continue Reading

જામનગરમાં ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી, કાલે રાજ્યપાલ-મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો રહેશે ઉપસ્થિત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : આવતીકાલ તા.૧ મે ના રોજ ગુજરાત સ્થાપના દિનની રાજ્યકક્ષાની ઉજવણી જામનગરમાં કરવામાં આવશે. ગુજરાત ગૌરવ દિનની ઉજવણીના ભાગરૂપે જામનગરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. સવારે ૧૦:૧૫ કલાકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જામનગર એરપોર્ટ ખાતે આગમન […]

Continue Reading

જામનગરની એમ. પી. શાહ મેડિકલ કોલેજમાં 400 વિધાર્થીઓએ ‘મન કી બાત 100માં એપિસોડ’ નું શ્રવણ કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશની જનતા માટે દર મહિનાના છેલ્લા રવિવારે ટી. વી. અને રેડિયો પર ‘મન કી બાત’ નામનો કાર્યક્રમ શરુ કર્યો છે. જે અંતર્ગત, દેશભરમાં 100 મો લાઈવ એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યો હતો. મન કી બાત સૌ પ્રથમવાર 3 ઓક્ટોબર 2014 ના રોજ પ્રસારિત કરવામાં આવી હતી. […]

Continue Reading

જામનગરમાં વરસાદ છતાં પોલીસ જવાનોના હોંસલા બુલંદ, પરેડનું રિહર્સલ યથાવત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની ઉજવણીની ચાલી રહેલી જોરદાર તૈયારીઓ વચ્ચે શનિવારે શહેરમાં પડેલો સવા ઇંચ જેટલો વરસાદ પણ ઉજવણીના ઉત્સાહમાં વિઘ્નરૂપ બની શક્યો ન હતો. શનિવારે સાંજે ચાર વાગ્યા બાદ ગુજરાત પોલીસની બેન્ડ, અશ્વદળ, ચેતક કમાન્ડો સાથેની પરેડનું રિહર્સલ પોલીસ જવાનોએ યથાવત રાખ્યું હતું. આ પ્રસંગે જિલ્લાના પ્રભારી […]

Continue Reading

જામનગરમાં દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ‘રોજગાર ભરતી મેળા’ નું આયોજન કરાયું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ‘ગુજરાત ગૌરવ દિન’ ની ઉજવણી અંતર્ગત જામનગરમાં મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી ખાતે ‘રોજગાર દિવસ’ ની ઉજવણી કરવામાં આવી હતી. જેના નિમિત્તે, જામનગર જિલ્લાના દિવ્યાંગો માટે ‘મેગા જોબફેર’ નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મદદનીશ નિયામક (રોજગાર) કું. સરોજ સાંડપા દ્વારા રોજગાર વાંછુ ઉમેદવારોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. […]

Continue Reading

જામનગરમાં ‘ગુજરાત ગૌરવ દિન’ ની ઉજવણીના ભાગરૂપે રોજગાર કચેરી ખાતે મેગા જોબફેર યોજાયો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ‘ગુજરાત ગૌરવ દિન’ ની ઉજવણી અંતર્ગત જામનગરમાં મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી ખાતે ‘રોજગાર દિવસ’ નિમિતે ‘મેગા જોબફેર’ નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મદદનીશ નિયામક(રોજગાર) કું. સરોજ સાંડપા દ્વારા રોજગારવાંછુ ઉમેદવારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉમેદવારોને સ્વરોજગાર, રોજગાર રજીસ્ટ્રેશન અને અનુબંધમ પોર્ટલ વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ […]

Continue Reading

જામનગર જિલ્લા પંચાયતમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે બેઠક યોજી રીતસરના ક્લાસ લીધા…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે જિલ્લા પંચાયત કચેરીના પદાધિકારીઓ તથા અધિકારીઓ સાથે બેઠક યોજી વિવિધ યોજનાઓ તથા વિકાસ કામોની સમિક્ષા કરી હતી. આ બેઠક દરમિયાન કૃષિ મંત્રીએ કામોને લઈને વિશેષ તમામ લોકોને શાનમાં કહી દીધું હતું કે, કોઈપણ જાતની ગેરરીતી સરકારી કામોમાં ચલાવી લેવાશે નહીં અને […]

Continue Reading